વુમન બીગ બેશ લીગમાં પહોંચનારી પહેલી ભારતીય ક્રિકેટર હરમનપ્રીત કૌર

Subscribe to Oneindia News

દેશની દીકરીઓ દરેક ક્ષેત્રમાં ભારતની છાતી ગજ ગજ ફૂલાવી રહી છે. આ યાદીમાં હવે નામ જોડાઇ ચૂક્યુ છે 27 વર્ષીય ભારતીય ક્રિકેટર હરમનપ્રીત કૌરનું જે ઓસ્ટ્રેલિયામાં વુમન બિગ બેશ લીગ રમી રહી છે. પોતાની શાનદાર રમતથી દેશનું નામ રોશન કરનાર હરમનપ્રીત કૌર બીગ બેશમાં રમનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે. પોતાની સફળતાનો પૂરો શ્રેય પોતાના પિતા હરમંદર સિંહને આપનારી હરમનપ્રીત ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે.

harmanpreet kaur

આવો જાણીએ તેમના વિશે ખાસ વાતો

હરમનપ્રીત કૌરનો જન્મ 8 માર્ચ 1989 માં પંજાબના મોગામાં થયો હતો.

હરમનપ્રીત કૌર ભારત તરફથી બે ટેસ્ટ મેચ, 49 વનડે ઇંટરનેશનલ અને 53 ટી-20 મેચ રમી ચૂકી છે.

હરમનપ્રીત એક ઓલરાઉંડર ખેલાડી છે.

હરમને પોતાની પહેલી ટેસ્ટ મેચ ઓગસ્ટ 2014 માં ઇંગ્લેંડ સામે રમી હતી.

હરમને આ વર્ષની શરુઆતમાં ઓસ્ટ્રેલિયા સામે 31 બોલમાં 46 રનનો દાવ રમી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતુ.

તેણે ભારતમાં રમાયેલ મહિલા ટી-20 વિશ્વકપની ચાર મેચોમાં કુલ 89 રન બનાવ્યા હતા અને 7 વિકેટ પોતાના નામે કરી હતી.

હરમનપ્રીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તમે તેના ફેસબુક અને ટ્વીટર એકાઉંટના ફોટાઓથી અંદાજ લગાવી શકો કે તે ફૂલ ઓન લાઇફ જીવે છે.

તેના પિતા હરમંદર સિંહ કહે છે કે ત્રણ ભાઇ બહેનોમાં સૌથી મોટી હરમનપ્રીતે ગલીમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમવાનું શરુ કર્યુ હતુ.

English summary
Harmanpreet Kaur is all set to create history. She is set to become the first Indian cricketer to feature in the Women's Big Bash League.
Please Wait while comments are loading...