For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રહ્યા વિશ્વકપના ટોપ 10 બેટ્સમેન અને બોલર્સ

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 23 માર્ચ: ન્યૂઝીલેન્ડની સામે વેસ્ટપેક સ્ટેડીયમમાં વેસ્ટઈન્ડીઝનો ૧૪૩ રનથી પરાજયની સાથે આઈસીસી વિશ્વકપ ૨૦૧૫ના ક્વાર્ટર ફાઈનલનું સમાપન થઇ ગયું. હાલના ચેમ્પિયન ભારત સહીત ન્યૂઝીલેન્ડ,ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ટુર્નામેન્ટમાંના અંતિમ ૪માં પહોંચવામાં સફળ રહ્યા છે જ્યારે પૂર્વ ચેમ્પિયન રહેલા શ્રીલંકા, પાકિસ્તાન અને વેસ્ટઈન્ડીઝ જેવી ટીમો સિવાય આ વખતે ક્વાર્ટર ફાઈનલ સુધી પહેલીવાર પહોંચનારી બાંગ્લાદેશની ટીમને હાર મેળવી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જવું પડ્યું છે.

શ્રીલંકા ટૂર્નામેંટથી બહાર થઇ ચૂકેલ છે પરંતુ શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારા (૫૪૧ રન) હજી પણ બેટ્સમેનોની સૂચિમાં શ્રેષ્ઠ પર છે. સંગાકારાએ આ વિશ્વકપમાં સતત ચાર પારીયોમાં ચાર સદી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

worldcup
વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ચોથી ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ૨૩૭ રનોની પારી રમનાર ન્યૂઝીલેન્ડના સલામી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ શનિવારે આ સૂચિમાં બીજા ક્રમે પહોંચી ગયા. તેમના નામે આ ટૂર્નામેંટમાં કૂલ ૪૯૮ રન છે.

બીજી તરફ બંને યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના બોલરોની વચ્ચે શ્રેષ્ઠતા સૂચિની રમત પણ જારી છે. ક્વાર્ટર ફાઇનલમાં વેસ્ટઇન્ડીઝની વિરુદ્ધ ચાર વિકેટ લઇને ન્યૂઝીલેન્ડના ટ્રેંટ બાઉલ્ટ એકવાર ફરી બોલરોની સૂચિમાં શ્રેષ્ઠ સ્થાને આવી ગયા છે. ભારતના ઉમેશ યાદવ (૧૪ વિકેટ) અને રવિચંદ્રન અશ્વિન (૧૨ વિકેટ) ક્રમશ: ૧૧ અને ૧૨માં ક્રમે છે.

શ્રેષ્ઠ બેટ્સમેન :
૧. કુમાર સાંગાકારા (શ્રીલંકા): ૫૪૧ રન
૨. માર્ટીન ગુપ્ટીલ (ન્યૂઝીલેન્ડ): ૪૯૮ રન
૩. બ્રેન્ડન ટેલર ( ઝિમ્બાબ્વે ): ૪૩૩ રન
૪. ડીવિલિયર્સ ( દક્ષિણ આફ્રિકા ): ૪૧૭ રન
૫. દિલશાન ( શ્રિલંકા ): ૩૯૫ રન
૬. શિખર ધવન (ભારત ): ૩૬૭ રન
૭. મોહમ્મદ મહમુદુલ્લા ( બાંગ્લાદેશ ): ૩૬૫ રન
૮. મિસ્બાહ-ઉલ હક (પાકિસ્તાન ): ૩૫૦ રન
૯. ક્રિસ ગેઇલ ( વેસ્ટ ઈન્ડિઝ ) ચલાવો: ૩૪૦ રન
૧૦ સીન વિલિયમ્સ ( ઝિમ્બાબ્વે ): ૩૩૯ રન

શ્રેષ્ઠ બોલરો :
૧. ટ્રેન્ટ બાઉંલ્ટ ( ન્યૂઝીલેન્ડ ): ૧૯ વિકેટ
૨. મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા ): ૧૮ વિકેટ
૩. મોહમ્મદ શમી (ભારત ): ૧૭ વિકેટ
૪.જેઈ ટેલર ( વેસ્ટ ઈન્ડિઝ ): ૧૭ વિકેટ
૫. વહાબ રિયાઝ (પાકિસ્તાન) ૧૬ વિકેટો
૬. ડેનિયલ વેટોરી ( ન્યૂઝીલેન્ડ ): ૧૫ વિકેટ
૭. ઇમરાન તાહીર (દ. આફ્રિકા. ): ૧૫ વિકેટ
૮. ટીમ સાઉદી ( ન્યૂઝીલેન્ડ ): ૧૫ વિકેટ
૯. જોશ ડાવે ( સ્કોટલેન્ડ ): ૧૫ વિકેટ
૧૦. મોર્ન મોર્કેલ ( દ. આફ્રિકા ): ૧૪ વિકેટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Kumar Sangakara tops in batting in world cup 2015, New Zealnads Trent Boult tops in ballong.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X