For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બહેનના નિધન બાદ કેવી રીતે મેદાન પર કરી વાપસી, અર્ચિતાની યાદમાં હર્ષલ પટેલે લખ્યો ભાવુક મેસેજ

હર્ષલ પટેલ તાજેતરમાં જ ગંભીર શોકમાંથી પસાર થયો હતો. હર્ષલની બહેનનું અવસાન થયું હતું જેના કારણે તેણે IPL અધવચ્ચે છોડીને ઘરે પાછા જવું પડ્યું હતું. જો કે પટેલ ત્યારપછી તેની ટીમ આરસીબીના કેમ્પમાં પાછો ફર્યો છે અને મેચ રમી ચ

|
Google Oneindia Gujarati News

હર્ષલ પટેલ તાજેતરમાં જ ગંભીર શોકમાંથી પસાર થયો હતો. હર્ષલની બહેનનું અવસાન થયું હતું જેના કારણે તેણે IPL અધવચ્ચે છોડીને ઘરે પાછા જવું પડ્યું હતું. જો કે પટેલ ત્યારપછી તેની ટીમ આરસીબીના કેમ્પમાં પાછો ફર્યો છે અને મેચ રમી ચૂક્યો છે, પરંતુ તેની બહેનના મૃત્યુની પીડામાંથી બહાર આવતા તેને સમય લાગશે.

હર્ષલ પટેલે આઈપીએલની છેલ્લી સિઝનથી પાછું વળીને જોયું નથી. તે આજે T20 ક્રિકેટમાં ભારતનો ટોપ બોલર છે. બોલિંગમાં તેની વિવિધતા જસપ્રિત બુમરાહ સાથે સરખાવવામાં આવે છે.

બહેનના નિધન બાદ શેર કરી પોસ્ટ

બહેનના નિધન બાદ શેર કરી પોસ્ટ

હર્ષલ પટેલે તેની સ્વર્ગસ્થ બહેન અર્ચિતા પટેલ માટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તેની બહેન તેને કેટલો પ્રેમ કરે છે. હવે હર્ષલે તેની બહેનના અવસાન પછી ભાવનાત્મક પડકારનો સામનો કરી રહ્યો છે.

હર્ષલે કહ્યું કે તેની બહેનના શબ્દોએ જ તેને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપી જ્યારે તે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મેદાન પર પાછો ફર્યો. તેણે કહ્યું કે તે તેની બહેનને તેની કારકિર્દી દ્વારા ગર્વ અપાવવા માટે ઉત્સુક છે.

બહેને કહ્યું હતું- રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે

બહેને કહ્યું હતું- રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે

હર્ષલ પટેલે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેની બહેન સાથેનો એક ફોટો શેર કર્યો અને કહ્યું, "તમે અમારા જીવનના સૌથી કોમળ હૃદયના અને ખુશ રહેનાર વ્યક્તિ હતા. તમે તમારા જીવનના દરેક દુ:ખનો ચહેરા પર મોટી સ્મિત સાથે સામનો કર્યો અને આ તમારા છેલ્લા શ્વાસ સુધી કર્યુ હતુ. ભારતીય ટીમમાં જોડાતા પહેલા જ્યારે હું તમારી સાથે હોસ્પિટલમાં હતો ત્યારે તમે મને કહ્યું હતું કે તમે તમારી રમત પર ધ્યાન આપો અને મારી ચિંતા ન કરો."

ભગવાન તમારી આત્માને શાંતી આપે બહેન

તમારા શબ્દો એ જ કારણ હતું કે હું ગઈકાલે રાત્રે પાછો આવી શક્યો. હું તમને યાદ કરવા અને સન્માન આપવા માટે આ કરી શકું છું. હું તે બધું કરીશ જેનાથી તમને મારા પર ગર્વ થાય. હું મારા જીવનની દરેક ક્ષણે, ખરાબ અને સારા સમયમાં તને યાદ કરીશ. હું તને પ્રેમ કરું છુ. રેસ્ટ ઇન પીસ બહેન.

સ્થાનિક ક્રિકેટરથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સુધી-

સ્થાનિક ક્રિકેટરથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સુધી-

હર્ષલ પટેલ લાંબા સમયથી આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું નામ બનાવી રહ્યો છે. RCB માટે તેની સફળતાની સીઝન ગયા વર્ષે આવી હતી કારણ કે તેણે ઘણા IPL રેકોર્ડ તોડ્યા હતા અને 32 વિકેટ સાથે પર્પલ કેપ જીતી હતી.

હર્ષલે ભારત માટે પદાર્પણ કર્યું હતું અને મુશ્કેલ ઓવરોમાં બોલિંગ કરવાની જવાબદારી સંભાળીને છાપ ઉભી કરી હતી. તેને RCB દ્વારા મેગા ઓક્શનમાં રૂ. 10.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો અને તેણે અત્યાર સુધીની પાંચ મેચોમાં છ વિકેટ લઈને તેની ક્ષમતા સાબિત કરી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Hershal Patel wrote an emotional message in memory of his sister Archita
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X