કપ્તાની છોડ્યા બાદ પહેલીવાર બોલ્યા ધોની, કહ્યું કોઇ અફસોસ નથી

Written By:
Subscribe to Oneindia News

કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ જ્યારથી કપ્તાની છોડી છે, ત્યારથી મીડિયામાં આ અંગે ઘણું બધુ કહેવાઇ-લખાઇ રહ્યું છે. પરંતુ ધોનીએ આ અંગે કોઇ ખાસ પ્રતિક્રિયા આપી નથી. હવે આ તમામ સવાલો, અનુમાનો પર ધોનીએ ફાઇનલી મીડિયા સામે પોતાની વાત મુકી છે. કપ્તાની છોડ્યા બાદ આજે પહેલીવાર ધોનીએ મીડિયાને કપ્તાની સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આપ્યા છે.

અહીં વાંચો - TATAના પહેલા નોન-પારસી ચેરમેન નટરાજન શેખરની 10 ખાસ વાતો

ધોનીએ કહ્યું કે, ભારતમાં સાઉથ આફ્રિકા સિરિઝ બાદ તેમને લાગ્યું હતું કે, ક્રિકેટના ત્રણ ફોર્મેટ માટે ત્રણ અલગ-અલગ કપ્તાન નહીં હોવા જોઇએ, એક જ કપ્તાનના હાથમાં ટીમની કમાન હોવી જોઇએ. આ કારણે જ મેં ત્યારે જ આ અંગે નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું.

ત્રણેય ફોર્મેટમાં એક જ કપ્તાન

ત્રણેય ફોર્મેટમાં એક જ કપ્તાન

ધોનીએ કહ્યું કે, "ભારતમા સ્પ્લિટ કેપ્ટનસિ કામ નથી કરતી. લોકો ન ઇચ્છવા છતાં પણ બે કપ્તાનની સરખામણી કરવા લાગે છે, જેની અસર રમત અને પર્ફોમન્સ પર પડે છે. આથી જ મેં વિચાર્યું કે હવે સમય આવી ગયો છે કે, ભારતીય ટીમને ત્રણેય ક્રિકેટ ફોર્મેટ માટે એક જ કપ્તાન આપવામાં આવે."

સમાય સાથે વિરાટ કોહલી નિખર્યા છે

સમાય સાથે વિરાટ કોહલી નિખર્યા છે

ધોનીએ કહ્યું કે, "સમય સાથે વિરાટ કોહલી નિખર્યા છે, તેઓ આ જવાબદારી ઉપાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હું વિકેટકિપિંગ કરતા કરતા તેમને સલાહ આપતો રહીશ. હું 100 સલાહ આપું તો એ 100ને ના પાડી દે છે, માટે મારે ચિંતા કરવાની જરૂર નથી. ટીમમાં આ જ રીતનો સંબંધ હોવો જરૂરી છે, હું સલાહ આપું તો સામેવાળા પર એને માનવાનું દબાણ ન હોવું જોઇએ અને હું પણ ક્યારેય એવી આશા નહીં રાખું કે તે મારી દરેક સલાહ માની જ લે."

વાળ તો હવે લાંબા નહીં થાય

વાળ તો હવે લાંબા નહીં થાય

"મારા મતે ક્રિકેટ એક મેન્ટલ ગેમ છે અને ઘણીવાર ખેલાડીઓ ખૂબ અડિયલ થઇ જતા હોય છે, જેને કારણે લોકો તેમને ક્યારેક સમજી નથી શકતા. હું જીવનમાં ક્યારેય પસ્તાવો નથી કરતો. આ મારા માટે જાણે એક મુસાફરી છે, હું સારા અને ખરાબ બંન્ને સમયમાંથી પસાર થયો છું. જ્યારે સિનિયર્સ ગયા ત્યારે નવા પ્લેયર્સ આવ્યા..અને મારા વાળ તો હવે લાંબા નહીં જ થાય."

ટીમની તાકાત

ટીમની તાકાત

"એક કપ્તાન માટે જરૂરી છે કે, તે પોતાની ટીમની તાકાતને ઓળખી લે, મને લાગે છે કે અમારી ટીમ આ સમયે ત્રણેય ફોર્મેટમાં પોતાનો કમાલ દેખાડી શકે છે. જો કે, ટીમ હજુ યુવાન છે, પરંતુ એમે ઘણી ક્રિકેટ મેચ રમ્યા છીએ."

લોઅર ઓર્ડરમાં બેટિંગ

"હું નવા લોકોને પહેલા બેટિંગ કરાવની તક આપવા માંગતો હતો, આથી લોઅર ઓર્ડરમાં બેટિંગ કરતો હતો. મારા માટે ટીમ જીતે તે વધારે જરૂરી છે, આથી હું 4, 5, 6 કે 7; જે નંબર પર જરૂરી હોય તે નંબર પર બેટિંગ કરવા તૈયાર છું."

English summary
I don't believe in split captaincy. For the team there has to be only one leader said Mahendra Singh Dhoni.
Please Wait while comments are loading...