For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC T20 Batting Ranking: વિરાટ કોહલી ફરી ટોપ 10માં થયો શામેલ, જાણો રેંકીંગ

ટી-20 વર્લ્ડ કપ 2022ની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે ધમાકેદાર જીત નોંધાવી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમની આ શાનદાર જીતનો હીરો વિરાટ કોહલી હતો. કોહલીએ આ મેચમાં 53 બોલમાં અ

|
Google Oneindia Gujarati News

ટી-20 વર્લ્ડ કપ 2022ની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે ધમાકેદાર જીત નોંધાવી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમની આ શાનદાર જીતનો હીરો વિરાટ કોહલી હતો. કોહલીએ આ મેચમાં 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. ICC T20 રેન્કિંગમાં વિરાટ કોહલીને તેના પ્રદર્શનનો ફાયદો થયો છે. વિરાટ કોહલીએ ICC T20 રેન્કિંગમાં ટોપ 10 બેટ્સમેનોમાં ફરી એન્ટ્રી મારી છે.

કોહલીએ 6 સ્થાનોની લગાવી છલાંગ

કોહલીએ 6 સ્થાનોની લગાવી છલાંગ

આઈસીસીની તાજેતરની રેન્કિંગ અનુસાર વિરાટ કોહલી 6 સ્થાનની છલાંગ લગાવીને 9મા સ્થાને પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે બે વર્ષથી ખરાબ ફોર્મ સામે લડવાના કારણે કોહલી ટોપ 10 T20 બેટ્સમેનોની યાદીમાંથી બહાર થઈ ગયો હતો. કોહલી એક સમયે T20 રેન્કિંગમાં લાંબા સમય સુધી નંબર વન બેટ્સમેન હતો, પરંતુ ગયા વર્ષે નવેમ્બરમાં કોહલી ટોપ 10 બેટ્સમેનોની યાદીમાંથી બહાર થઈ ગયો હતો. ઓગસ્ટ 2022માં કોહલી આ યાદીમાં 35મા ક્રમે હતો, પરંતુ એશિયા કપ પહેલા કોહલીએ તેનું ફોર્મ પાછું મેળવ્યું અને હવે તે આગળ વધી રહ્યો છે.

બાબર આઝમના રેન્કિંગમાં ઘટાડો

બાબર આઝમના રેન્કિંગમાં ઘટાડો

ICC T20 બેટ્સમેનોની રેન્કિંગમાં એક તરફ કોહલીને ફાયદો થયો છે, તો બીજી તરફ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને નુકસાન થયું છે. બાબર આઝમ હવે રેન્કિંગમાં ચોથા સ્થાને સરકી ગયો છે. બાબર આઝમ ભારત સામેની મોટી મેચમાં ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલીને ટોચના સ્થાનેથી હટાવ્યા બાદ બાબર આઝમ લાંબા સમય સુધી T20માં નંબર વન બેટ્સમેન રહ્યો હતો. હવે બાબરની જગ્યાએ મોહમ્મદ રિઝવાન પ્રથમ સ્થાને છે.

સુર્યકુમાર યાદવ ત્રીજા નંબરે સરક્યો

સુર્યકુમાર યાદવ ત્રીજા નંબરે સરક્યો

ભારતના સ્ટાર સ્ટાર સૂર્યકુમાર યાદવને પણ T20 રેન્કિંગમાં હારનો સામનો કરવો પડ્યો છે. સૂર્યા રેન્કિંગમાં નંબર 3 પર સરકી ગયો છે. ટોપ 10 બેટ્સમેનોની યાદીમાં મોહમ્મદ રિઝવાન 849 પોઈન્ટ સાથે પહેલા સ્થાન પર છે. બીજા સ્થાને ન્યુઝીલેન્ડનો ડેવોન કોન્વોય છે. સૂર્યકુમાર યાદવ ત્રીજા અને બાબર આઝમ ચોથા નંબર પર છે. દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ પાંચમા સ્થાને છે. ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન છઠ્ઠા સ્થાને, ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ સાતમા અને શ્રીલંકાના નિસાંકા આઠમા સ્થાને છે. કોહલી 9મા અને UAEનો મોહમ્મદ વસીમ 10મા ક્રમે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC T20 Batting Ranking: Virat Kohli enters the top 10 again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X