For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC World Cup 1983: જ્યારે ભારત પહેલી વખત બન્યું હતું ચેમ્પિયન, રચ્યો ઈતિહાસ

ICC World Cup 1983: જ્યારે ભારત પહેલી વખત બન્યું હતું ચેમ્પિયન, રચ્યો ઈતિહાસ

|
Google Oneindia Gujarati News

1983ના વર્લ્ડકપનું આયોજન એકવાર ફરી ઈંગ્લેન્ડમાં થયું હતું. આ વર્લ્ડ કપમાં 30 યાર્ડ સર્કલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આ ઘરેની અંદર દરેક સમયે ઓછામાં ઓછા 4 ક્ષેત્રરક્ષક ખેલાડી હોવા જોઈએ. આ વર્લ્ડ કપ ભારત માટે એક યાદગાર પળ લઈને આવ્યા જેમાં પહેલીવાર ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. 1983 વર્લ્ડ કપમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. ચાર-ચારના બે ગ્રુપમાં ટીમોની વહેંચણી કરવામાં આવી. આ વખતે ફરક માત્ર એટલો છે કે હવે ગ્રુપની ટીમો વચ્ચે અંદરોઅંદર એક-એક નહિ બલકે બે-બે મેચ રમવાની હતી. વાઈડ અને બાઉન્સર બોલ માટે પણ નિયમ આકરા કરવામાં આવ્યા હતા. ગ્રુપ એમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ હતી, જ્યારે ગ્રુપ બીમાં વેસ્ટ ઈન્ડિઝ, ભારત, ઓસ્ટ્રેલિયા અને ઝિંમ્બાબ્વેની ટીમ હતી.

બે ગ્રુપમાં રમાઈ મેચ

બે ગ્રુપમાં રમાઈ મેચ

ગ્રુપ એમાં ઈંગ્લેન્ડની ટીમે પોતાનો દમ દેખાડ્યો. તેણે પાકિસ્તાન અને શ્રીલંકન ટીમને બે-બે વાર હરાવી. જો કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમોએ ત્રણ-ત્રણ મેચ જીતી રન ગતિના આધારે સેમિફાઈનલમાં પાકિસ્તાનને જગ્યા મળી. ગ્રુપ બીમાં ભારતે આ વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી.

વેસ્ટ ઈન્ડિઝ સાથે સેમિફાઈનલમાં

વેસ્ટ ઈન્ડિઝ સાથે સેમિફાઈનલમાં

ભારતે પોતાની પહેલી મેચમાં જ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમને 34 રને હરાવ્યું. ભારતે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેને પણ માત આપી. ભારતે 6માંથી 4 મેચ જીતી અને વેસ્ટ ઈન્ડિઝ સાથે સેમિફાઈનલમાં પહોંચી ગયું. પહેલા સેમિફાઈનલમાં મેઝબાન ઈંગ્લેન્ડનો મુકાબલો ભારત સાથે થયે. કપિલ દેવ, રોજર બિન્ની અને મોહિંદર અમરનાથની શાનદાર બોલિંગને કારણે ભારતે ઈંગ્લેન્ડને 213 રનમાં જ સમેટી દીધું.

60 ઓવરની મેચ રમાતી

60 ઓવરની મેચ રમાતી

જ્યારે બેટિંગનો વારો આવ્યો તો અમરનાથ, યશપાલ શર્મા અને સંદીપ પાટીલે શાનદાર બોલિંગ કરી ભારતને 4 વિકેટના નકસાને જીત અપાવી દીધી. બીજા સેમિફાઈનલમાં પાકિસ્તાનને વેસ્ટ ઈન્ડિઝને ખરાબ રીતે હરાવ્યું. પહેલા બોલિંગ કરતા પાકિસ્તાન ટીમે 60 ઓવરમાં આઠ વિકેટ પર 184 રન બનાવ્યા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે બે વિકેટ પર જ લક્ષ્ય હાંસલ કરી લીધો. રિચર્ડ્સ 80 અને ગોમ્સ 50 રન પર નાબાદ રહ્યા.

ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન

ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન

ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝનો મુકાબલો ભારત સાથે થયો. એક તરફ હતી બે વખત ચેમ્પિયન રહેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમ તો બીજી તરફ હતી અગાઉના વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન કરનાર ભારતીય ટીમ. વેસ્ટ ઈન્ડિઝે ભારતને માત્ર 183 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું અને જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે એક વિકેટના નુકસાને 50 રન બનાવી લીધા હતા. વેસ્ટ ઈન્ડિઝના સમર્થકો જીતનો જશ્ન મનાવવાની તૈયારીઓ કરવા લાગ્યા હતા. પરંતુ મોહિંદર અમરનાથ અને મદન લાલે શાનદાર બોલિંગ કરી અને મેચનું પાસું બદલી નાખ્યું. વેસ્ટ ઈન્ડિઝની આખી ટમ 140 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને આવી રીતે પહેલી વખત ભારતીય ટીમ વર્લ્ડ કપ ચેમ્પિયન બની.

2019 ચૂંટણી જેમ વર્લ્ડ કપમાં પણ દેખાઈ રહ્યા છે ચોંકાવનારા ટ્રેન્ડ્ઝ 2019 ચૂંટણી જેમ વર્લ્ડ કપમાં પણ દેખાઈ રહ્યા છે ચોંકાવનારા ટ્રેન્ડ્ઝ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC World Cup 1983: when india became world champion first time in history
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X