For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WC 2019: પાકિસ્તાનનો આ બોલર ભારત માટે સૌથી મોટો ખતરો, જાણો કારણ

WC 2019: પાકિસ્તાનનો આ બોલર ભારત માટે સૌથી મોટો ખતરો, જાણો કારણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપનો મહામુકાબલો ફાઈનલ મેચ હોય છે પણ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હોય ત્યારે આ મેચ આપોઆપ બધી જ મેચથી અલગ તરી આવે છે. જેનું કારણ બંને દેશો વચ્ચે રહેલ જૂની પ્રતિદ્વંદતા છે જે ક્રિકેટના મેદાનને પણ જંગના મેદાન સમાન બનાવી દે છે. કેમ કે હવે બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ નથી રમાતી તો એવામાં વર્લ્ડ કપ જેવા મંચ પર જ્યારે ભારત-પાકિસ્તાન આમને-સામને આવે છે તો બંને તરફના ફેનનું જૂનુન અલગ જ ઉંચાઈએ પહોંચી જાય છે.

ઓલ્ડ ટ્રેફર્ડમાં ક્રિકેટની જૂની જંગ

ઓલ્ડ ટ્રેફર્ડમાં ક્રિકેટની જૂની જંગ

આ મેચ ઈંગ્લેન્ડના સૌથી જૂના શહેરમાંથી એક મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. ક્રિકેટના આ ઐતિહાસિક મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપમાં 20 વર્ષ પહેલા મુકાબલો થયો હતો અને ભારતીય ટીમે તે મુકાબલો 47 રને જીતી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ ઓલ્ડ ટ્રેફર્ડ પર અત્યાર સુધીમાં કુલ 8 ODI મુકાબલા રમ્યા છે જેમાંથી 3માં જીત મળી છે. આ જીતમાં ટીમ ઈન્ડિયાના નામે 20 વર્ષ પહેલા વર્ષ 1999માં વર્લ્ડ કપ મુકાબલામાં પાકિસ્તાન વિરુદ્ધ મળેલ જીત પણ નોંધાયેલ છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આ મુકાબલામાં 47 રને માત આપી હતી. દ્રવિડે આ મુકાબલામાં સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પહેલા અીં પોતાનો અંતિમ મુકાબલો રમ્યો હતો જેમાં ભારતીય ટીમે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં એકેય મુકાબલા હારી નથી. આ ભારત-પાકિસ્તાન વચ્ચે સાતમો મુકાબલો છે.

મોહમ્મદ આમિરથી ખતરો

મોહમ્મદ આમિરથી ખતરો

પરંતુ 16 જૂને રમાનાર મેચમાં ભારતને એક પાકિસ્તાની બોલરથી સતર્ક રહેવું પડશે. આ બોલર છે મોહમ્મદ આમિર. આ એ બોલર જ છે જેણે ચેમ્પિયન્સ ટ્રોપી 2017ની ફાઈનલ મેચમાં રોહિત, શિખર અને કોહલીને માત્ર 26 રન જ બનાવવા દીધા હતા. આમિરે આ ત્રણેયની વિકેટ શરૂઆતમાં ખેરવી પાકિસ્તાનને શાનદાર જીત અપાવી હતી. આમિરે તે મેચમાં 6 ઓવરમાં 16 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી. આ મેચમાં ભારતને મળેલ 180 રનની કરારી હારને પાકિસ્તાની ફેન્સ આજે પણ યાદ રાખીને બેઠા છે.

આમિર ફોર્મમાં

આમિર ફોર્મમાં

મજેદાર વાત એ છે કે વર્લ્ડ કપ 2019માં પણ આમિરએ પોતાના જૂનાફોર્મમાં વાપસી મેળવી લીધી છે. વર્લ્ડ કપ પહેલા રમાયેલ 14 મેચમાં આમિરે માત્ર 4 વિકેટ જ ખેરવી હતી અને પાકિસ્તાની ટીમમાં તેની પસંદગી પણ નક્કી નહોતી. પરંતુ આખરી સમયે આમિરે પાકની વર્લ્ડ કપ ટીમમાં એન્ટ્રી લીધી અને પોતાની બોલિંગથી સૌને ચકિત કરી દીધા. વર્લ્ડ કપની 3 મેચમાં આમિર અત્યાર સુધીમાં 10 વિકેટ લઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહમ્મદ આમિરે 10 ઓવરમાં માત્ર 30 રન આપી 5 વિકેટ ખેરવી હતી. જો કે પાકિસ્તાન તે મેચ હારી ગયું હતું. હવે રવિવારે ભારત-પાકિસ્તાનનો મુકાબલો રમાનાર હોય મેચ શાનદાર રહેશે.

ICC World Cup 2019: ભારતીય ટીમને મોટો ફટકો, ઘાયલ ગબ્બર ત્રણ અઠવાડિયા માટે બહાર ICC World Cup 2019: ભારતીય ટીમને મોટો ફટકો, ઘાયલ ગબ્બર ત્રણ અઠવાડિયા માટે બહાર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC World Cup 2019: this pakistani bowler can be trouble for indian batsman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X