Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે ક્યારે? મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? અહીં જાણો સરળ રીત

IND vs AUS 1st ODI Free Live Streaming: ભારતીય ક્રિકેટ ટીમનો યુવા સ્ટાર શુભમન ગિલ આગામી દિવસોમાં એક નવી અને મોટી ભૂમિકામાં જોવા મળશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કર્યાના ગણતરીના દિવસોમાં જ ગિલ હવે વન-ડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળવા જઈ રહ્યો છે.

IND vs AUS

શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતના વન-ડે કેપ્ટન તરીકે પ્રથમવાર ટોસ માટે મેદાનમાં ઉતરશે. આ સિરીઝને 2027 ICC વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓની શરૂઆત માનવામાં આવે છે, જે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાશે.

ક્યારે અને ક્યાં રમાશે પ્રથમ વન-ડે?

વિગત માહિતી
મેચ: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, પ્રથમ વન-ડે
તારીખ: 19 ઓક્ટોબર, 2025
સ્થાન: પર્થ સ્ટેડિયમ (વિશ્વની સૌથી ઝડપી પિચો પૈકીની એક)
ટૉસ (IST): સવારે 8:30 વાગ્યે
મેચ શરૂ (IST): સવારે 9:00 વાગ્યે

ભારતીય ટીમ આ પ્રવાસ માટે 15 ઓક્ટોબરના રોજ દિલ્હીથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.

કોહલી અને રોહિતની વાપસી, ગિલની અગ્નિપરીક્ષા

આ સિરીઝની સૌથી મોટી વાત એ છે કે, વિરાટ કોહલી લગભગ સાત મહિનાના લાંબા અંતરાલ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે. તેઓ યુવા કેપ્ટન ગિલના નેતૃત્વમાં રમશે. શુભમન ગિલ માટે આ કપ્તાનીની ભૂમિકા પડકારજનક હશે, કારણ કે તેમને બે પૂર્વ કેપ્ટન - રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરીમાં ટીમનું નેતૃત્વ કરવાનું છે.

ગિલે પૂર્વ કપ્તાનોના વખાણ કરતાં કહ્યું, "મેં રોહિત ભાઈ પાસેથી ઘણી સારી બાબતો શીખી છે. તેમનો શાંત સ્વભાવ અને ટીમમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવાની તેમની કળા - આ એવી બાબતો છે જેને હું અપનાવવા માંગુ છું." ગિલે 2027 વર્લ્ડ કપ સુધી રોહિત અને કોહલીને ટીમમાં રાખવાનું સમર્થન પણ કર્યું છે.

મેચ ફ્રીમાં જોવાની સરળ રીત (IND vs AUS 1st ODI Free Live Streaming)

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે! ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વન-ડે મેચનું ફ્રી લાઇવ ટેલિકાસ્ટ દૂરદર્શનના DD National અને DD Sports પર કરવામાં આવશે. આ ઉપરાંત, ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો અને JioCinema (જિયો સિનેમા) પર પણ મેચની મજા માણી શકશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X