For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS 1st Test: ભારતે ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો

આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્ષની સૌથી હાઇ પ્રોફાઇલ સીરિઝની પ્રથમ મેચ એડિલેડમાં યોજાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્ષની સૌથી હાઇ પ્રોફાઇલ સીરિઝની પ્રથમ મેચ એડિલેડમાં યોજાઈ રહી છે. કોરોનાકાળમાં આ અત્યાર સુધીની સૌથી પ્રતિષ્ઠિત અને હેવીવેઇટ સીરિઝ છે. ચાર મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ એટલા માટે પણ ખાસ છે કારણ કે વિદેશી ધરતી પર ભારતની આ પહેલી ડે-નાઈટ મેચ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ભારતે કોલકાતામાં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટ રમી હતી અને સરળતાથી જીત મેળવી હતી. વળી, ઑસ્ટ્રેલિયા માટે પિંક બોલ નવો નથી અને તેનો પોતાની ધરતી પર બધી ડે-નાઈટ ટેસ્ટ મેચ જીતવાનો સો ટકા રેકોર્ડ છે.

virat

ભારતે આ મેચમાં ગિલ અને રાહુલને બહાર રાખ્યા છે જ્યારે પૃથ્વી શો પર દાવ લગાવ્યો છે. આ ઉપરાંત બોલિંગમાં નવદીપ સૈની અને સિરાજ જેવા યુવાનોને સ્થાન મળી શક્યા નહિ અને ઉમેશ યાદવ ત્રીજા સીમર તરીકે જોડાયો. વિકેટકિપીંગ કૌશલને જોતા પંતના બદલે સાહાની પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વિરાટ કોહલીની આ છેલ્લી મેચ હશે. આ પછી તે સ્વદેશ રવાના થઈ જશે. બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન નીચે મુજબ છે -

ભારતીય ટીમઃ

પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, વૃદ્ધિમન સાહા (વિકેટકીપિંગ), આર અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ઑસ્ટ્રેલિયા ટીમઃ

જો બર્ન્સ, મેથ્યૂ વેડ, મારનસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ (વિકેટકીપિંગ/કેપ્ટન), કેમેરન ગ્રીન, ટિમ પેન, પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.

IND vs AUS 1st Test Playing XI: પૃથ્વી શો મયંક અગ્રવાલ સાથે કરશે ઓપનિંગ, યાદવ ત્રીજા ક્રમેIND vs AUS 1st Test Playing XI: પૃથ્વી શો મયંક અગ્રવાલ સાથે કરશે ઓપનિંગ, યાદવ ત્રીજા ક્રમે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS 1st Test: India won the toss and decided to bat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X