IND vs AUS 3rd T20I: ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારત, આવી હોય શકે બંનેની પ્લેઈંગ ઈલેવન
નવી દિલ્હીઃ ભારત પાસે ટી20 સીરીઝમાં કાંગારુઓના સૂપડાં સાફકરી ટેસ્ટ સીરીઝમાં જવાનો સોનેરી મોકો છે. પ્રમુખ ખેલાડીઓની ઈજા અને અનુપલબ્ધતા જેવી ગંભીર સમસ્યાઓથી પીડિત બંને ટીમે અત્યાર સુધી આ પ્રવાસમાં સારું પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ વનડે સીરીઝ 2-1થી જીતી તો ભારતીય ટીમે પલટવાર કરતાં ટી20માં 2-0થી લીડ મેળવી લીધી છે.
હવે સીરીઝનો અંતિમ અને છેલ્લો મુકાબલો 8 ડિસેમ્બરે સિડની ક્રિકે ગ્રાઉન્ડમાં રમાશે જ્યાં પાછલી ટી20 મેચ રમાઈ હતી અને ભારતે જીતી હતી.
ભારતીય ટીમ માટે હાર્દિક પાંડ્યા, ટી નટરાજન જેવા ખેલાડી ઉભરી આવ્યા છે જ્યારે શાર્દુલ ઠાકુર હાલ સફેદ બોલથી ઠીક જ લાગી રહ્યો છે. બીજી તરફઓસ્ટ્રેલિયા ખુશ હશે કે એડમ ઝામ્પા અને મિશેલ સ્વેપસન જેવાસ્પિનરોએ પાછલી ટી20માં સારી બોલિંગ કરી હતી.
સીન એબોટ, ડેનિયલ સેમ્સ અને એન્ડ્રૂ ટાઈએ પણ હોનહાર પળ દેખાડ્યો છે પરંતુ સાથે જ તેમનું કાંડુ પણ ખુલ્યું છે.
જ્યાં સુધી પ્લેઈંગ ઈલેવનની વાત છે તો ફિંચની વાપસી થઈ શકે છે અને આર્ચી શોર્ટને નીચે બેટિંગ કરવા અથવા બહાર જવા માટે કહેવામાં આવી શકે છે. સ્ટીવ સ્મિથને ટેસ્ટ પહેલાં આરામ આપવામાં આવી શકે છે અને સ્ટોઈનિસને નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે કહેવામાં આવી શકે છે. આવું કરવાથી એલેક્સ કેરીને વધુ એક ગેમ રમવાનો મોકો મળી શકે છે. બંને ટીમ આ પ્રકારે છે.
ઓસ્ટ્રેલિયાઃ આરોન ફિંચ/ ડાર્શી શૉર્ટ, મેથ્યૂ વેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એમ હેનરિક્સ, માર્કસ સ્ટોઈનિસ, સીન એબોટ, ડેનિયલ સેમ્સ, મિશેલ સ્વિપસન, એડમ ઝામ્પા, એન્ડ્રૂ ટાઈ
ભારતતીય ટીમઃ શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સંજૂ સેમસન, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર, દીપક ચહર, ટી નટરાજન, યુઝવેન્દ્ર ચહલ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો