For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: ભારતની ઑસ્ટ્રેલિયા પર ધમાકેદાર જીત, સીરિઝ 1-1થી બરાબર, રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ

ભારતે બીજી ટી20 મેચમાં ઑસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવી જોરદાર વાપસી કરી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતે બીજી ટી20 મેચમાં ઑસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવી જોરદાર વાપસી કરી હતી. 8 ઓવરમાં 91 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 7.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 92 રન બનાવી લીધા હતા. નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. રોહિત શર્માએ 20 બોલમાં 46 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 10 જ્યારે વિરાટ કોહલી 11 રન બનાવીને એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવ ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. હાર્દિક પંડ્યા 9 બોલમાં 9 રન બનાવી પેટ કમિન્સના હાથે એરોન ફિન્ચના હાથે કેચ આઉટ થયો હતો.

રોહિત શર્માએ પહેલી ઓવરમાં બે છક્કા માર્યા

રોહિત શર્માએ પહેલી ઓવરમાં બે છક્કા માર્યા

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ 91 રનનો પીછો કરવા મેદાનમાં આવ્યા હતા. પહેલી જ ઓવરમાં રોહિત શર્માએ બે સિક્સર અને કેએલ રાહુલે ભારતને 20 રન અપાવ્યા હતા. જોશ હેઝલવુડ તરફથી સતત બે બોલમાં બે સિક્સર ફટકારીને રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધુ કે તે જરા પણ અટકવાનો નથી. આગલી ઓવરમાં રોહિતે પણ પેટ કમિન્સના બોલ પર જોરદાર સિક્સર ફટકારી હતી.

રોહિત શર્માએ બનાવ્યો મોટો રેકૉર્ડ

રોહિત શર્માએ બનાવ્યો મોટો રેકૉર્ડ

રોહિત શર્માને માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડવા માટે માત્ર એક સિક્સની જરૂર હતી. પ્રથમ ઓવરમાં સિક્સર સાથે રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો. રોહિત શર્માએ આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 176 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા પછી બીજા નંબર પર માર્ટિન ગુપ્ટિલ છે જેણે 172 સિક્સ ફટકારી છે.

ઑસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવીને બનાવ્યા 90 રન

ઑસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવીને બનાવ્યા 90 રન

આ પહેલા ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ વેડે માત્ર 20 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન એરોન ફિન્ચે 15 બોલમાં 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે બે અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી. ભારતીય બેટ્સમેનોમાં સૂર્યકુમાર યાદવ ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS: India beat Australia by 6 wickets and level series
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X