For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS” સિડનીમાં ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરી ધોનીના ક્લબમાં સામેલ થઈ શકે છે કોહલી

IND vs AUS” સિડનીમાં ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરી ધોનીના ક્લબમાં સામેલ થઈ શકે છે કોહલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ 3 મેચની ટી20 સીરીઝનો અંતિમ મેચ આજે સિડનીના મેદાનમાં રમાશે, જ્યાં સીરીઝમાં 2-0થી અજેય બઢત હાંસલ કરી ચૂકેલી ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાનો મોકો હશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનાર આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસે જીત હાંસલ કરી પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ખાસ ક્લબમાં સામેલ થવાનો પણ ખાસ મોકો છે.

ind vs aus 2020-21

ભારતીય ટીમ માટે જો આજે વિરાટ કોહલી મેચ જીતવામાં સફળ રહે છે તો તેઓ પૂર્વ કેપ્ટન એમએસ ધોની બાદ ત્રીજા કેપ્ટન બની જશે જેમણે ઓસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર ક્લિન સ્વીપ કરવાનું કારનામું કરી બતાવ્યું હોય. ધોનીએ આ કારનામું વર્ષ 2016માં કર્યું હતું જ્યાં પહેલીવાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય વનડે સીરીઝ રમાઈ હતી.

આ પ્રવાસ પર ભારતીય ટીમે વનડે સીરીઝમાં 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ટી20 સીરીઝમાં ભારતીય ટીમે વાપસી કરતાં ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવ્યું હતું. જ્યારે શ્રીલંકા માટે કેપ્ટન એંજેલો મેથ્યૂએ ઓસ્ટ્રેલિયાની હરાવી ટી20 સીરીઝમાં પહેલીવાર ક્લિન સ્વીપ કર્યું હતું. એવામા જો કેપ્ટન વિરાટ કોહલી આજે જીત હાંસલ કરવામાં સફળ થાય છે તો તેઓ આવું કરનાર ત્રીજા એશિયાઈ કેપ્ટન બની જશે.

આ જીતની સાથે જ બારતીય ટીમના કેપ્ટન કોહલી વધુ એક વિરાટ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. સિડનીમાં જીત સાથે જ ભારતીય ટીમ આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સતત 11મી જીત હાંસલ કરશે અને સતત સૌથી વધુ મેચ જીતવાના મામલે અફગાનિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી લેશે.

IND vs AUS 3rd T20I: ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારત, આવી હોય શકે બંનેની પ્લેઈંગ ઈલેવનIND vs AUS 3rd T20I: ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારત, આવી હોય શકે બંનેની પ્લેઈંગ ઈલેવન

જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની ટીમે ટી20 ફોર્મેટમાં અત્યાર સુધી સૌથી વધુ વખત મેચ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અફઘાનિસ્તાનની ટીમે ફરી એકવાર સતત 11 તો બીજીવાર સતત 12 મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે ભારતીય ટીમે પાછલી મેચમાં જીત હાંસલ કરી પાકિસ્તાનનો સતત 9 ટી20 મેચ જીતવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS ”Kohli could join Dhoni's club if team india win by 3-0
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X