For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: પુકોવસ્કી, લાબુશ્ચગનેની ફીફ્ટી, પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 166/2

IND vs AUS: પુકોવસ્કી, લાબુશ્ચગનેની ફીફ્ટી, પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 166/2

|
Google Oneindia Gujarati News

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ માટે જેવી રીતે પ્રતિદ્વંદ્વતાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો તેવું જ જોવા મળી રહ્યું છે. એડિલેડમાં પહેલી ટેસ્ટ ખરાબ રીતે હાર્યા બાદ ભારતે મેલબોર્નમાં જબરદસ્ત વાપસી કરી. હવે જ્યારે સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે તો કંગારૂ ટીમે સિડની ટેસ્ટમાં વાપસી કરી લીધી છે.

ind vs aus

પાછલી બે મેચની સરખામણીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ ઘણી સહેલી અને બેટિંગમાં ફાયદો આપી રહી છે જેનો પૂરો ફાયદો ઉઠાવતાં કંગારુ ટીમ સારો સ્કોર ખડકતી જોવા મળી રહી છે. પહેલા દિવસે માર્નસ લાબુશ્ચાગનેએ દમદાર ફીફ્ટીના દમ પર ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 2 વિકેટના નુકસાન પર 166 રન બનાવી લીધા છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરતાં ખરાબ શરૂઆત કરી હતી કેમ કે ડેવિડ વોર્નર માત્ર 5 રને જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. મોહમ્મદ સિરાજના બોલ પર ડેવિડ વોર્નરની વિકેટ ખરી ગઈ હતી. જે બાદ વરસાદને પગલે થોડીવાર માટે રમત રોકવી પડી. જો કે સારી બાબત એ છે કે બાદમાં મોસમ સાફ થયું.

IPL 2021ને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે થશે હરાજીIPL 2021ને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે થશે હરાજી

પરંતુ અહીંથી જ કંગારુએ ઈનિંગમાં પકડ બનાવી. પુકોવસ્કી અને માર્નસ લાબુશ્ચગનેએ સારી પાર્ટનરશિપ સ્થાપિત કરી. આ દરમ્યાન રિષભ પંતે બે કેચ છોડ્યા. બાદમાં મળેલા બે જીવનદાનનો પૂરો લાભ ઉઠાવે પુકોવસ્કીએ પોતાના ડેબ્યૂ મેચમાં જ ફીફ્ટી ફટકારી. ત્યાં સુધીમાં લાબુશેન પણ રંગમાં આવી ચૂક્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS: Pukowski, labuschagne's fifty, Australia scores 166/2 on the first day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X