For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: જો ભારતે છેલ્લી વનડે જીતવી હોય તો ટીમમાં આ ત્રણ બદલાવ કરવા પડશે

IND vs AUS: જો ભારતે છેલ્લી વનડે જીતવી હોય તો ટીમમાં આ ત્રણ બદલાવ કરવા પડશે

|
Google Oneindia Gujarati News

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસની બહુ ખરાબ શરૂઆત કરી છે. ટીમે ત્રણ વનડે મેચની સીરીઝમાંથી શરૂઆતના બે મુકાબલા હાર્યા છે. રવિવારે રમાયેલ મેચમાં કાંગારુ બેટ્સમેનોએ 4 વિકેટ ગુમાવી 389 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 51 રને મેચ હારી ગઈ. હવે આખરી મેચ કૈનબેરામાં રમાશે જ્યાં ટીમે ક્લીન સ્વીપથી બચવું પડશે. એવામાં ટીમ જો જીત હાંસલ કરવા માંગે છે તો ત્રણ મહત્વના બદલાવ કરવા પડશે.

ind vs aus 2020-21

ટી નટરાજનને જગ્યા આપવામાં આવે

પેસર નવદીપ સૈની બંને મેચમાં ફ્લોપ સાબિત થયો છે. પહેલી મેચમાં નવદીપ સૈની 10 ઓવરમાં 83 રન લૂંટાવી માત્ર એક જ વિકેટ ચટકાવી શક્યો હતો. એવામાં હવે ટીમમાં નવદીપ સૈનીની જગ્યાએ યોર્કર સ્પેશિયાલિસ્ટ ટી નટરાજનને જગ્યા મવી જોઈએ. ટી નટરાજને આઈપીએલમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું અને ફેન્સ પણ તેને સામેલ કરવાની માંગ કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયોઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો

રાહુલ પાસે ઓપનિંગ કરાવવી પડશે

આઈપીએલમાં ઓપનર તરીકે કેએલ રાહુલે વિસ્ફોટક બેટિંગ કરી હતી, પરંતુ અહીં મેનેજમેન્ટે રાહુલને મિડલ ઓર્ડર માટે અજમાવ્યો પરંતુ આ સ્ટ્રેટેજી ફ્લોપ સાબિત થઈ. બંને મેચમાં કાંગારુઓની ઓપનિંગ જોડીએ વિસ્ફોટક શરૂઆત કરી હોવાના કારણે જ મેચ જીતી શકી છે. જ્યારે ભારતીય ટીમના ઓપનર શિખર ધવન અને મયંક અગ્રવાલ આવું કરવામાં નિષ્ફળ રહ્યા. તેવામાં હવે કેએલ રાહુલને ઓપનિંગમાં મોકલવો જોઈએ.

પાંડેથી મધ્યમ ક્રમ મજબૂત થશે

મનિષ પાંડેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે તો મધ્યમ ક્રમ મજબૂત બની શકે છે. મયંક અગ્રવાલની જગ્યાએ મનિષ પાંડેને સામેલ કરવો જોઈએ. મયંકે પહેલી મેચમાં 22 તો બીજી મેચમાં 28 રન બનાવ્યા હતા. ટીમે તેનું પરિણામ પણ ભોગવવું પડ્યું છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS: Team india will have to make these three change if they want to win 3rd ODI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X