Virat Kohli Catch Record: કોહલીએ કર્યું મોટું કારનામુ, દિગ્ગજોને છોડ્યા પાછળ

IND vs AUS, virat kohli catch record : હાલમાં ODI વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ODI વર્લ્ડ કપ 2023માં ભારતની આ પ્રથમ મેચ છે.

આ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન વિરાટ કોહલીએ માત્ર એક કેચ કરીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ કેચ ઝડપનારો ખેલાડી બની ગયો છે.

virat kohli catch

વિરાટ કોહલીએ કર્યો કેચ - વિરાટ કોહલીની ગણતરી ભારતના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં કોહલીએ જસપ્રીત બુમરાહના બોલ પર મિશેલ માર્શનો શાનદાર કેચ કર્યો હતો. આ સાથે તે ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બની ગયો છે. તેણે ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી 15 કેચ પકડ્યા છે. કોહલીએ અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો છે. કુંબલેએ ODI વર્લ્ડ કપમાં 14 કેચ પકડ્યા છે.

ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ કેચ ઝડપનાર ભારતીય ખેલાડીઓ :

  • વિરાટ કોહલી- 15 કેચ
  • અનિલ કુંબલે- 14 કેચ
  • કપિલ દેવ- 12 કેચ
  • સચિન તેંડુલકર- 12 કેચ
  • મોહમ્મદ અઝહરુદ્દીન- 11 કેચ
  • વિરેન્દ્ર સેહવાગ- 11 કેચ

ODIમાં ઘણા કેચ પકડ્યા - વિરાટ કોહલી ભારતના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે. તેની ચપળતા મેદાન પર દેખાઈ આવે છે. તેણે વનડેમાં ભારત તરફથી 146 કેચ પકડ્યા છે. તેનાથી આગળ માત્ર મોહમ્મદ અઝહરુદ્દીન છે. તેણે 156 કેચ પકડ્યા છે. તે ODI વર્લ્ડ કપમાં પણ પોતાનો રેકોર્ડ તોડી શકે છે.

આ બંને ટીમનો રેકોર્ડ છે - ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ભારતે રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા સહિત ત્રણ સ્પિનરો રમ્યા છે. શુભમન ગિલ બીમારીના કારણે વર્લ્ડ કપમાં રમી શક્યો નથી. તેની જગ્યાએ ઈશાન કિશનને તક મળી છે.

ODI વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 12 મેચ રમાઈ છે, જેમાં ભારતે 4 અને ઓસ્ટ્રેલિયાએ 8માં જીત મેળવી છે. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ ઘણો ખરાબ છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X