For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND VS BAN ODI: બાંગ્લેદેશ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, સંજુ સેમશનને પડતો મુકાયો

IND VS BAN ODI: ન્યુઝીલેન્ડ ટૂર પર રહેલી ભારતીય ટીમને આગામી સમયમાં બાંગ્લાદેશ ટૂર કરશે. બાંગ્લાદેશ સામે રમાનારી વનડે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

IND VS BAN ODI: ન્યુઝીલેન્ડ ટૂર પર રહેલી ભારતીય ટીમને આગામી સમયમાં બાંગ્લાદેશ ટૂર કરશે. બાંગ્લાદેશ સામે રમાનારી વનડે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ માટે સિનિયર સિલેક્શન કમિટીએ બુધવારના રોજ ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં યશ દયાલને કુલદીર સેન સાથે અને રવિન્દ્ર જાડેજાને સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહમદને શામેલ કરવામાં આવ્યા છે. દયાલને અને પીઠમાં સમસ્યા છે અને રવિન્દ્ર જાડેજાને ઘુંટણમાં ઇજા થવાને કારણે આરામ આપવામાં આવ્યો છે.

IND VS BAN ODI

ભારત ઢાકામાં 4 ડિસેમ્બરથી ત્રણ વનડે અને 14 ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચ રમશે. જાડેજા ટેસ્ટ મેચો પણ ચૂકી શકે છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વાઈસ કેપ્ટન કેએલ રાહુલ અને વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડના પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે.

સંજુ સેમસનને પણ આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને સૂર્યકુમાર યાદવને પણ બાકાત કરવામાં આવ્યું છે, જેને લઈને ચાહકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે. શુભમન ગિલનું નામ ન હોવા પર પણ ચાહકો ગુસ્સે છે.

ઋષભ પંતના સ્થાને સેમસનને વારંવાર લેવાથી એક ચાહક એટલો નિરાશ છે કે તેણે લખ્યું કે - ઋષભ પંત ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે, તેને 4 નંબર પર અજમાવવામાં આવ્યો હતો, 5માં નંબર પર પણ અજમાવવામાં આવ્યો હતો. તે 6, 7 નંબર પર રમ્યો હતો, ઓપનિંગ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, તેથી હું BCCIને વિનંતી કરું છું કે, પંતને ટીમમાંથી બહાર ન કરે, પરંતુ તેને બોલર તરીકે પણ અજમાવી જુઓ, કારણ કે, હીરાની પરખ ઝવેરી જ કરી શકે છે.

બાંગ્લાદેશ ODI માટે ભારતની ટીમ -

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટ કિપર), ઈશાન કિશન (વિકેટ કિપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ , વોશિંગ્ટન સુંદર , શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન.

એક્સ્ટ્રા ઓવર

ભારત A ટીમ 29 મી નવેમ્બરથી શરૂ થનારા આ પ્રવાસમાં બે ચાર-દિવસીય મેચો પણ રમશે, જ્યાં અભિમન્યુ ઇશ્વરન ટીમનું નેતૃત્વ કરશે. પસંદગીકારોએ બીજી મેચ માટે અનુભવી ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને પસંદ કર્યા છે. આ બે મેચ માટે અલગ-અલગ ટીમો આ પ્રમાણે છે -

પ્રથમ ચાર દિવસીય મેચ માટે ભારત A ટીમ :

અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), રોહન કુનુમલ, યશસ્વી જયસ્વાલ, યશ ધુલ, સરફરાઝ ખાન, તિલક વર્મા, ઉપેન્દ્ર યાદવ (વિકેટ કિપર), સૌરભ કુમાર, રાહુલ ચહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતિથ સેઠ.

બીજી ચાર-દિવસીય મેચ માટે ભારત A ટીમ -

અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), રોહન કુન્નુમલ, યશસ્વી જયસ્વાલ, યશ ધુલ, સરફરાઝ ખાન, ઉપેન્દ્ર યાદવ (વિકેટ કિપર), સૌરભ કુમાર, રાહુલ ચહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતિત શેઠ, ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, કેએસ ભરત (વિકેટ કિપર)

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND VS BAN ODI: Indian Team announced for ODI series against Bangladesh, Sanju Samson dropped
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X