For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG 3rd Test: અમદાવાદ પિચ રિપોર્ટ- સ્પિન કે પેસ, જાણો કેવી હશે વિકેટ

IND vs ENG 3rd Test: અમદાવાદ પિચ રિપોર્ટ- સ્પિન કે પેસ, જાણો કેવી હશે વિકેટ

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 દિવસ બાદ ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. આ સિરીઝનો સૌથી રોમાંચક મેુકાબલો છે કેમ કે અહીં ડે-નાઈટ મુકાબલો યોજાનાર છે જે હંમેશા ઉત્સુકતા પેદા કરે છે. આ ઉપરાંત સિરીઝ 1-1થી બરાબરી પર છે જે ટીમ ત્રીજી મેચ જીતશે તે અપરાજય બઢત હાંસલ કરી લેશે. બધા જાણે જ છે કે અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ લેવલનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ છે. પરંતુ વિકેટ કેવી છે તે અંગે બધા નથી જાણતા.

motera stadium

મળેલી માહિતી મુજબ ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાની તાકાત પર જ રમવા માંગશે અને પરીસ્થિતિઓનો પૂરો ફાયદો ઉઠાવવા માટે આર અશ્વિન અને અક્ષર પટેલનો ઉપયોગ કરવો પડશે. પરંતુ પિંક બૉલ સ્વિંગ પણ કરશે, એવામા કુલદીપ યાદવને બહાર બેસાડવાના ચાંસ વધુ છે.

બીજી તરફ બુમરાહ રેસ્ટ બાદ પાછો ફરશે, ઈશાંત શર્મા પહેલા બોલર હશે. ત્રીજા બોલર માટે મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ વચ્ચેથી પસંદગી થશે. બે દિવસમાં ઉમેશ યાદવનો ફિટનેસ ટેસ્ટ થશે જેના આધારે ફેસલો કરવો વધુ સરળ થઈ જશે. બીસીસીઆઈના સીનિયર અધિકારી પાસેથી આ જાણકારી મળી છે.

મોટેરાની વિકેટ પર સાંજે ડ્યૂ પડવાનો ચાંસ પણ છે અને પિચ કેટલી સૂકી હશે તે જોવું દિલચસ્પ રહેશે.

રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ ઉમ્મીદ કરી રહી છે કે પિચ સ્પિનર્સને જ સપોર્ટ કરશે. એવામાં ભારત પોતાની સ્પિન તાકાત પર જ ઉતરવા માંગે છે.

પીટીઆઈ સાથે વાત કરતાં ભારતીય સ્પિનરે જણાવ્યું કે, "બોલ લાલ છે કે ગુલાબી તેનાથી કોઈ ફરક નથી પડતો. જો તમે સૂકી વિકેટ રાખો છો તો દડો ટર્ન કરશે. પરંતુ ઝાકળ પડવાની સ્થિતિમાં બોલ લપસવો શરૂ થાય છે અને આ માત્ર બેટિંગ માટે સારું હોય શકે છે. માટે ડ્યૂ ફેક્ટરને પણ નકારી ના શકાય."

Ind Vs. Eng : જાણો કેવી છે મોટેરાની પીચ અને તેની ખાસિયત, કોને થશે ફાયદો, કોને થશે નુકસાનInd Vs. Eng : જાણો કેવી છે મોટેરાની પીચ અને તેની ખાસિયત, કોને થશે ફાયદો, કોને થશે નુકસાન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG 3rd Test: Motera stadium's pitch will support spinners, read pitch report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X