For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: ચેન્નઈમાં બીજી ટેસ્ટ પહેલાં ભારત સામે ચાર મુખ્ય સમસ્યા

IND vs ENG: ચેન્નઈમાં બીજી ટેસ્ટ પહેલાં ભારત સામે ચાર મુખ્ય સમસ્યા

|
Google Oneindia Gujarati News

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતને શર્મનાક હાર મળી હતી. મેચ બાદ કેપ્ટન કોહલીનું કહેવું હતું કે કોઈ સમસ્યા નથી અને બધા ખેલાડીઓ સારી રીતે રમી રહ્યા છે. જો કે તેમમે એસજી બૉલ પર નાખુશી વ્યક્ત કરી. રવિચંદ્રન અશ્વિને પણ કંઈક આવી જ વાત જણાવી.

જે હોય તે, પણ આગલી મેચ પણ એજ ગ્રાઉન્ડ પર એજ બોલથી અને એજ ટીમ સામે રમાશે. જો કે ઈંગ્લેન્ડ ટીમ પણ ભારતથી ઓછી ભયભીત નથી કેમ કે બધા જાણે જ છે કે ઓસ્ટ્રેલિયામાં એડિલેડ બાદ શું થયું અને બધા જાણે જ છે કે આજકાલ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ મોડી ચાર્જ થાય છે. એકવાર ટીમનું એન્જીન ગરમ થઈ જાય તો પછી તે દોડતી જ રહે છે. પરંતુ ભારતીય ટીમ સામે આગલી મેચમાં આ ચાર પડકારો હોય શકે છે.

રોહિત શર્માના બેટથી ભરોસો નથી નિકળતો

રોહિત શર્માના બેટથી ભરોસો નથી નિકળતો

રનની વાત છોડો ભરોસાની વાત કરીએ. રોહિતે રન તો ઓસ્ટ્રેલિયામાં પણ બનાવ્યા પરંતુ ઈનિંગને વડી બનાવવામાં ફેલ થયા. ચેન્નઈમાં તો તેઓ બંને ઈનિંગમાં ફ્લોપ શો હતા. જ્યારથી ઈંટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ છે રોહિતે માત્ર સિડની ટેસ્ટમાં જ ફીફ્ટી લગાવી છે.

રોહિતને બીજી ટેસ્ટમાં પણ નિશ્ચિત રૂપે જગ્યા મળશે પરંતુ જો આવું ચાલતું રહ્યું તો જલદી જ ટીમ મેનેજમેન્ટે કેએલ રાહુલ અથવા મયંક અગ્રવાલ જેવા વિકલ્પો વિશે વિચારવું પડશે.

રહાણે પણ રન નથી બનાવી રહ્યો

રહાણે પણ રન નથી બનાવી રહ્યો

રહાણે માટે આ અજીબ વાત છે કેમ કે તે ઓસ્ટ્રેલિયાથી હીરો કેપ્ટન બનીને આવ્યા હતા અને હવે એક બેટ્સમેન તરીકે ટીમમાં તેમની જગ્યાને લઈ સવાલ ઉઠી રહ્યા છે. 2020 બાદ રહાણેએ બે ટેસ્ટ ન્યૂઝિલેન્ડ સામે, ચાર ઓસ્ટ્રેલિયા અને એક ઈંગ્લેન્ડ સામે રમી છે. આ 7 ટેસ્ટમાં તેમણે માત્ર 27.69ની એવરેજથી 248 રન બનાવ્યા છે. મેલબોર્નની સદી સિવાય રહાણે કંઈ ખાસ કમાલ નથી કરી શક્યા.

સહયોગી સ્પિનરનો મુદ્દો વડો

સહયોગી સ્પિનરનો મુદ્દો વડો

વૉશિંગ્ટન સુંદરને એક સ્પિનર તરીકે રાખવામાં આવ્યા છે પરંતુ આપણે જ્યારે તેમની વાત કરીએ ત્યારે બેટિંગની જ કરીએ છીએ. ટીમ ઈન્ડિયા માટે આ પણ અજીબોગરીબ હાલાત છે.

ચેન્નઈમાં પોતાની જ પિચ પર સુંદરે 26 ઓવર ફેંકી અને 98 રન લૂંટાવ્યા જો કે એકેય વિકેટ ના ચટકાવી શક્યો. બીજી ઈનિંગમાં તો કોહલીએ સુંદર પર ભરોસો જ ના દેકાડ્યો કેમ કે યુવા ઑફ સ્પિનરને એકેય ઓવર ના આપી.

શાહબાજ નદીમે આ મેચમાં ચાર વિકેટ ચટકાવી પરંતુ રન વધુ લૂંટાવ્યા. પહેલી ઈનિંગમાં તો તેણે 3.8 રન પ્રતિ ઓવરના હિસાબે બોલિંગ કરી. બીજી ઈનિંગમાં નદીમ ઈંગ્લેન્ડના ફેવરિટ આસાન બોલર હતા કેમ કે તેમણે 4.4 રન પ્રતિ ઓવરની એવરેજથી બોલિંગ કરી. હવે સવાલ ઉઠે છે કે જાડેજા વિના અશ્વિનનો સાથી કોણ થાય? આપણે બધા જાણીએ જ છીએ કુલદીપ યાદવ બહાર બેઠો છે.

ટીમની પસંદગી

ટીમની પસંદગી

હવે વાત જ્યારે કુલદીપની આવે તો ચાલો ટીમ સિલેક્શન પર વાત કરી લઈએ. ભારત નદીમની જગ્યાએ બીજી ટેસ્ટમાં કુલદીપને જગ્યા આપી શકે છે. તેઓ સુંદરની સુંદર બેટિંગ છતાં હાર્દિક પંડ્યા અથવા અક્ષરહ પટેલને જગ્યા આપી શકે છે. શક્ય છે કે નદીમની જગ્યાએ મોહમ્મદ સિરાજને જગ્યા આપવામાં આવે. કેમ કે પહેલી ટેસ્ટમાં ભારતના ફાસ્ટ બોલર્સે સ્પિનર્સ કરતાં સારી બોલિંગ કરી હતી. ત્રણ પેસર સાથે જવું એટલી પણ ખરાબ બાબત નથી.

ICC Test Championship ટેબલમાં ટૉપ પર પહોંચ્યું ઈંગ્લેન્ડ, જાણો ભારતના ચાંસ કેટલા છેICC Test Championship ટેબલમાં ટૉપ પર પહોંચ્યું ઈંગ્લેન્ડ, જાણો ભારતના ચાંસ કેટલા છે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG: Four major concerns for team india against england in 2nd test match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X