For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG T20 World Cup 2022: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે એડિલેડમાં રમાશે સેમીફાઈનલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે એડિલેડમાં બીજી સેમીફાઈનલ મેચ રમાશે.

|
Google Oneindia Gujarati News

IND vs ENG T20 World Cup 2022: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે એડિલેડમાં બીજી સેમીફાઈનલ મેચ રમાશે. ભારત પાસે 15 વર્ષ પછી ટી-20 વર્લ્ડ કપ પર એક વાર ફરીથી કબ્જો જમાવવાનો મોકો સામે આવ્યો છે. સેમીફાઈનલમાં જીતવા માટે ભારતે સારુ પ્રદર્શન કરવુ પડશે. જો ભારત આજે સેમીફાઈનલ જીતશે તો 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનાર ફાઈનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. એડિલેડ ઓવલની પીચ બેટિંગ માટે સારી માનવામાં આવે છે. અહીં રમાયેલી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પહેલી બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 175થી વધુ રહ્યો છે.

ભારતે પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને સેમીફાઈનલ માટે કર્યુ ક્વૉલિફાય

ભારતે પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને સેમીફાઈનલ માટે કર્યુ ક્વૉલિફાય

તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે જેમાં ટીમ ઈન્ડિયાએ 12 મેચ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડે 10 મેચ જીતી હતી. ટી20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચો રમાઈ છે જેમાંથી ભારતે બેમાં જીત મેળવી છે. 2009 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે સુપર-12 સ્ટેજ દરમિયાન પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને સેમીફાઈનલ માટે ક્વૉલિફાય કર્યુ છે. ભારતે પાકિસ્તાન, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેને હરાવ્યા હતા. પરંતુ દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કર્યો હતો.

ICC નૉકઆઉટમાં પહેલી વાર નહિ હોય ધોની

ICC નૉકઆઉટમાં પહેલી વાર નહિ હોય ધોની

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની હાજરીમાં ભારતે બે વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે. આ સિવાય ઘણી વખત ટીમ ICCની નૉકઆઉટ મેચોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે. પરંતુ 19 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે ભારત મેદાન પર ધોની વિના ICC નૉકઆઉટ મેચ રમશે. ચાહકો હંમેશા માહીને મિસ કરશે પરંતુ ભારતીય ખેલાડીઓ ધોની વિના પણ પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપશે.

ધોનીની કેપ્ટનશીપમાં જીત્યો હતો ટી20 વર્લ્ડ કપ

ધોનીની કેપ્ટનશીપમાં જીત્યો હતો ટી20 વર્લ્ડ કપ

ભારતીય ટીમ ધોનીની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપની પ્રથમ સિઝન જીતી હતી. પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં ધોનીની ચતુરાઈના આધારે ભારત તે મેચ જીતવામાં સફળ રહ્યુ હતુ. ધોની પછી વિરાટ કોહલીએ ભારતીય ટીમની જવાબદારી સંભાળી અને કોહલીની કેપ્ટનશીપમાં પણ ધોની બેટ્સમેન તરીકે કેટલીક મહત્વપૂર્ણ મેચોમાં ટીમની સાથે રહ્યો.

ધોની પછી રોહિત શર્મા પર જવાબદારી

ધોની પછી રોહિત શર્મા પર જવાબદારી

ધોનીએ 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. એક કેપ્ટન તરીકે તેણે આ મોટી મેચોમાં ખૂબ જ સાચા નિર્ણયો લીધા. જેના કારણે ભારત જીતવામાં સફળ રહ્યુ. ધોનીની ગેરહાજરીમાં પ્રથમ વખત ભારતીય ટીમ આટલી મોટી મેચમાં ભાગ લેવા જઈ રહી છે. ધોની છેલ્લે ઇંગ્લેન્ડમાં 2019 વર્લ્ડ કપમાં ભારત તરફથી રમ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG T20 World Cup 2022: Semi-final between India and England will be played in Adelaide today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X