For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: ઇંગ્લેન્ડમાં વિરાટ કોહલીએ પ્રથમવાર જીત્યો ટોસ, આ કારણે અશ્વિન બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજે (બુધવાર) થી હેડિંગ્લે મેદાન પર શરૂ થઈ રહી છે, જેમાં ભારતીય ટીમ બીજી જીત મેળવીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવા ઈચ્છશે. બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમ પણ શ્રેણીમાં 1

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજે (બુધવાર) થી હેડિંગ્લે મેદાન પર શરૂ થઈ રહી છે, જેમાં ભારતીય ટીમ બીજી જીત મેળવીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવા ઈચ્છશે. બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમ પણ શ્રેણીમાં 1-0થી પાછળ ગયા બાદ જીત સાથે વાપસી કરવા માંગે છે અને શ્રેણીમાં પોતાનો દાવો જાળવી રાખવા માંગે છે. નોટિંગહામ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને વરસાદના કારણે છેલ્લા દિવસે વિજયથી દૂર રહી ગઇ હતી, જ્યારે લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે મેચના છેલ્લા દિવસે જબરદસ્ત વાપસી કરી હતી અને 151 રનથી જીત મેળવી હતી.

Cricket

હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ હેડિંગ્લે મેદાન પર રમાઈ રહી છે જ્યાં ભારતીય ટીમ 2002 પછી પ્રથમ વખત રમવા આવી છે. વિરાટ કોહલી બીજી વખત કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરી રહ્યાં છે અને પ્રથમ વખત તેમણે ટોસ જીત્યો છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 9 ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ભુમી પર કેપ્ટનશીપ કરી છે અને હેડિંગ્લે ખાતે પ્રથમ વખત ટોસ જીત્યો છે.

કોહલીને અત્યાર સુધી રમાયેલી સતત 8 ટેસ્ટ મેચોના ટોસમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને વિનિંગ કોમ્બિનેશનને બદલવાનો ઇનકાર કરતા પ્લેઇંગ 11માં કોઇ ફેરફાર કર્યો ન હતો.

આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ઇંગ્લેન્ડની ટીમમાં 5 ડાબા હાથના બેટ્સમેન હોવા છતાં અશ્વિન ન રમશે તો કોહલીએ જવાબ આપ્યો કે અમે તેના વિશે વિચાર્યું હતું પરંતુ હંમેશા ઇંગ્લેન્ડની ધરતી પર એક વધારાનો ઝડપી બોલર રમતા હતા.જ્યારે રવિન્દ્ર જાડેજા વધુ બોલિંગ કરતા જોવા મળશે. અગાઉની મેચ કરતા આ મેચમાં અને આ પીચ તેને અગાઉની પિચ કરતા વધારે મદદ કરશે.

ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટે કહ્યું કે મને ખબર નહોતી કે ટોસ જીત્યા પછી પહેલા શું કરવું જોઈએ, જો કે જો આપણે આ મેદાન પર છેલ્લી કેટલીક મેચની વાત કરીએ તો અહીં ધીરે ધીરે બેટિંગ કરવું વધુ સારું રહેશે. ઈંગ્લેન્ડની ટીમે બે ફેરફાર કર્યા છે અને તેમાં ડોમ સિબલીની જગ્યાએ ડેવિડ માલનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે માર્ક વુડની જગ્યાએ ક્રેગ ઓવરટર્નનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડેવિડ મલાનને 3 વર્ષ બાદ ઇંગ્લેન્ડની ટીમમાં વાપસી કરવાની તક મળી છે.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: રોરી બર્ન્સ, હસીબ હમનીડ, ડેવિડ મલાન, જો રૂટ, જોની બેયરસ્ટો, જોસ બટલર, મોઇન અલી, સેમ કુરન, ક્રેગ ઓવરટન, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.

ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG: Virat Kohli wins toss in England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X