• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IND vs NZ 3rd T20: કીવિઓના સૂપડાં સાફ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા

|
Google Oneindia Gujarati News

આજે ભારતીય ક્રિકેટ ટીમ અને ન્યૂઝિલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે ટી20 સિરીઝનો ત્રીજો અને અંતિમ મુકાબલો રમાશે. આ મેચ કોલકાતામાં રમાશે અને રોહિત એન્ડ કંપની કીવિઓના સૂપડાં સાફ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરવા માટે આતુર હશે. મેજબાન ટીમે પહેલા બે મુકાબલામાં આસાનીથી જીત હાંસલ કરી અને તેઓ ઈડન ગાર્ડનમાં ફરીથી આવું પરફોર્મન્સ આપવા તરફ જોઈ રહી છે.

આ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડીની પહેલી સિરીઝ જીત પણ છે અને હવે તેઓ પહેલા ક્લીન સ્વીપ તરફ જઈ ચૂક્યા છે. હાલના ફોર્મને જોતાં કીવિઓ પર દાવ લગાવવો ઠીક નથી લાગતો. જો કે ટી20માં કંઈપણ થઈ શકે છે પરંતુ ભારત પોતાના ઘરે કંઈક વધુ જ મજબૂત છે.

ભારતે પહેલી મેચ 5 અને બીજી મેચ 7 વિકેટે જીતી હતી અને તેઓ ઈચ્છશે કે લક્ષ્યને ડિફેન્ડ કરી જીત અજમાવવામાં આવે. ભારત આજે રુતુરાજ ગાયકવાડ અને આવશ ખાનને કોલકાતામાં મોકો આપવા માટે અમુક યુવાઓને રેસ્ટ આપી શકે છે જે માલૂમ લગાવી શકાય કે આઈપીએલ 2021ના ચમકદાર પ્રદર્શન બાદ ઈન્ટરનેશનલ લેવલ પર કેવા પ્રકારનું પ્રદર્શન કરે છે.

પરંતુ આવું કરવા માટે કેપ્ટન અથવા ઉપકેપ્ટનમાંથી કોઈ એકે ખુદને બેંચ પર બેસાડવા પડશે. અથવા તો દીપક ચહર અથવા ભુવીની જગ્યાએ આવેશ ખાન આવી શકે છે અને અક્ષર પટેલ અથવા અશ્વિનની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ પણ રમી શકે છે.

રાહુલ દ્રવિડ માટે હવે ટેસ્ટ મેચમાં કામ આસાન થઈ ગયું છે. ટેસ્ટ બહુ મુશ્કેલ ફોર્મેટ છે જ્યાં હવે રાહુલ દ્રવિડ રિલેક્સ મૂડમાં જશે. ટી20 સીરિઝ જીત્યા બાદ કેપ્ટન અને કોચની જોડી નવા પ્રયોગ કરવાની માનસિકતામાં છે જે ડ્રેસિંગ રૂમમાં સુકૂન ભરેલા માહોલને દર્શાવે છે.

ન્યૂઝિલેન્ડની ટીમના ખરાબ પ્રદર્શનને અહીં જજ કરવું યોગ્ય નહીં હોય. તેઓ વર્લ્ડ કપ ફાઈનલના બે દિવસ બાદ ભારતમાં રમી રહ્યા હતા. જેથી તેમના ખેલાડીઓને રેસ્ટ મળ્યો નહોતો. બ્લેકકેપ્સના સમર્થકો માટે આ હાર કોઈપણ પ્રકારે નિરાશા ના હોય શકે કેમ કે એક મુશ્કેલ પ્રવાસમાં તેઓ કેન વિલિયમસન જેવા ખેલાડી વિના જ સિરીઝ રમી રહ્યા છે. એશિયાઈ પિચો પર કેનનો કોઈ વિકલ્પ નથી.

ઈડન ગાર્ડનની વાત કરીએ તો બીજી બેટિંગ કરનારાને ડ્યૂ ફાયદો આપે છે.જયપુર અને રાંચીના મેદાનમાં ડ્યૂએ પોતાનો પ્રભાવ દેખાડ્યો હતો. કોલકાતામાં કેપ્ટનોને લક્ષ્યનો પીછો કરવો વધુ પસંદ છે જ્યાં એક ઈનિંગમાં એવરેજ સ્કોર 160 બને છે.

IND vs NZ Team

ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, શ્રેયસ ઐય્યર, વેંકટેશ ઐય્યર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, દીપક ચહર, આવેશ ખાન, મોહમ્મદ સિરાઝ, યુઝવેન્દ્ર ચહલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન.

ન્યૂઝિલેન્ડઃ ટીમ સાઉદી, ટોડ એસ્ટલ, ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, લોકી ફર્ગ્યૂસન, માર્ટિન ગપ્ટિલ, એડમ મિલ્ને, ડેરિલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેંટનર, ટિમ સેફર્ટ અને ઈશ સોઢી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs NZ 3rd T20: Team india's intention to register win with clean sweep
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X