For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ind Vs Pak: પાકિસ્તાને બદલ્યો T20 વર્લ્ડકપનો ઇતિહાસ,10 વિકેટે મેળવી જીત

ભારત અને પાકિસ્તાનની ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત એકબીજાનો સામનો કર્યો હતો. બંને કટ્ટર હરીફ ટીમો લાંબા ગાળા બાદ ક્રિકેટ મેદાન પર એકબીજા સામે ટકરાઇ હતા. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હત

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાનની ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત એકબીજાનો સામનો કર્યો હતો. બંને કટ્ટર હરીફ ટીમો લાંબા ગાળા બાદ ક્રિકેટ મેદાન પર એકબીજા સામે ટકરાઇ હતા. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 17.5 ઓવરમાં 152 રન બનાવી જીત મેળવી હતી.

Cricket

પાકિસ્તાન તરફથી બેટીંગ કરતા ઓપનર બેંટસમેન મોહમ્મદ રિઝવાને 55 બોલમાં 79 રન બનાવ્યા હતા તથા બાબર આઝમે 52 બોલમાં 68 રન બનાવી પાકિસ્તાનને જીત અપાવી હતી. ભારતીય બોલરો પોતાનું પ્રદર્શન બતાવી શક્યા ન હતા.

ભારત તરફથી બેટીંગ કરતા વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન બનાવ્યા હતા, આ ઉપરાંત તથા રિષભ પંતે 30 બોલમાં 39 રન તથા રવિન્દ્ર જાડેજાએ 13 બોલમાં 13 રન તથા હાર્દિક પાંડ્યાએ 8 બોલમાં 11 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બોલિંગ કરતા શાહિન આફ્રીદીએ 3 વિકેટ તથા હસન અલીએ 2 તથા શાદાબ ખાન- હરિશ રૌફે 1-1 વિકેટ ઝડપી હતી.

આ મેચમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે બોલિવૂડમાંથી ઉર્વશી રૌતેલા, અક્ષય કુમાર અને પ્રિતી ઝિન્ટા જેવી હસ્તીઓ પણ સ્ટેડીયમમાં હાજર રહી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ind Vs Pak: Babur-Rizwan's tumultuous batting, Pakistan win by 10 wickets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X