For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SA: ભારતે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, જાણો પ્લેઇંગ 11

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચોની વન ડે સીરીઝ રમાઇ રહી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારત છેલ્લી મેચમાં જીતથી આત્મવિશ્વાસથી ભરેલી છે. અહી ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય

|
Google Oneindia Gujarati News

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચોની વન ડે સીરીઝ રમાઇ રહી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારત છેલ્લી મેચમાં જીતથી આત્મવિશ્વાસથી ભરેલી છે. અહી ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વરસાદના કારણે આ મેચ થોડી મોડી શરૂ થઈ રહી છે અને ટોસમાં પણ થોડો વિલંબ થયો હતો.

Cricket

આ શ્રેણીની છેલ્લી અને અંતિમ મેચ છે કારણ કે ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ હાર્યા બાદ બીજી મેચમાં વાપસી કરી હતી. સિરીઝ 1-1 થી બરાબર છે. બન્ને ટીમો આ મેચ જીતીને સીરીઝ પોતાને નામે કરવા ઉતરશે.

કેપ્ટન શિખર ધવને ટોસ જીત્યા બાદ કહ્યું કે વિકેટમાં થોડી ભેજ છે અને તે પહેલા બોલિંગ કરીને તેનો ફાયદો ઉઠાવવા માંગશે. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. તો સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમની કમાન ડેવિડ મિલરના હાથમાં છે. તેણે ટોસના અવસર પર કહ્યું કે કેપ્ટન બનવું ગર્વની વાત છે. અમે પણ આ વિકેટ પર પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હોત.

ઉલ્લેખનિય છેકે દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ ફેરફારો સાથે અહીં ઉતરી છે કારણ કે કેશવ મહારાજ સહિત કેટલાક ખેલાડીઓની તબિયત ખરાબ હોવાનું કહેવાય છે. નિયમિત સુકાની ટેમ્બા બાવુમા પણ બહાર છે અને સ્પિનર ​​તબરેઝ શમ્સી બીમાર હોવાનું કહેવાય છે.

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (WC), જેનમેન મલાન, રીઝા હેન્ડ્રીક્સ, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર (C), માર્કો જેન્સન, એન્ડીલે ફેહલુકવાયો, બ્યોર્ન ફોર્ટ્યુન, લુંગી એનગીડી, એનરિક નોર્ટજે

ભારતની પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (WC), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs SA: India won the toss and decided to bowl, Playing 11
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X