For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND VS ZIM : ભારતની 71 રને જીત, સુર્યકુમારે આજની મેચમાં તોડ્યા આ રેકોર્ડ

IND VS ZIM : સુર્યકુમાર યાદવે ફરી એકવાર સાબિત કર્યું છે કે, તે પોતે ભારત સાથે સાથે દુનિયાના પણ નંબર વન ટી20 પ્લેયર છે.

|
Google Oneindia Gujarati News

IND VS ZIM : ભારતે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત ગ્રુપ બીમાં ટોપ પર પહોંચી ગયું છે. 8 પોઈન્ટ સાથે ભારતે પાકિસ્તાનને પછાડી પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ મેચમાં સુર્યકુમાર યાદવે ફરી એકવાર સાબિત કર્યું છે કે, તે પોતે ભારત સાથે સાથે દુનિયાના પણ નંબર વન ટી20 પ્લેયર છે. ભારત અને ઝિબ્બાવે વચ્ચેની મેચમાં જ્યારે રોહિત શર્મા 13 બોલમાં 15 અને વિરાટ કોહલી 25 બોલમાં 26 રન બનાવીને આઉટ થઇ ગયા હતા, ત્યારે સુર્યકુમાર યાદવે રનનો વરસાદ કર્યો હતો. (ફોટો સૌજન્ય - BCCI)

25 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 61 રન

25 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 61 રન

ભારત પાસેથી 160 રનના ટાર્ગેટની આશા રાખવામાં આવી રહી હતું, પરંતુ ભારતનો સ્કોર 186 પર અટક્યો હતો. કારણ કે, સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 6 ફોર અને 4 સિક્સરની મદદથી 61 રન બનાવ્યા હતા. મેદાન પર તેણે બનાવેલા 360-ડિગ્રી શોટની ટૂર્નામેન્ટના અંત સુધી ચાલુ રહી અને દર્શકો મંત્રમુગ્ધ થઇને બેઠા હતા.

સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી

સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી

સૂર્યકુમારે T20 વર્લ્ડ કપમાં બીજી ઝડપી અડધી સદી પૂરી કરી અને તેણે આ વર્ષે T20 ઇન્ટરનેશનલમાં 1000 રન પણ પૂરા કર્યા છે. સૂર્યકુમાર યાદવ 2022માં આવું કરનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. આ વર્લ્ડ કપમાં સૂર્યાએ પાકિસ્તાન સામે 10 બોલમાં 15 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારથી તેનું બેટ સતત બોલતું રહ્યું છે. ત્યારપછીની જ મેચમાં તે 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. જે બાદ દક્ષિણ આફ્રિકા સામે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં 40 બોલમાં 68 રન ફટકાર્યા હતા. તેણે તેની છેલ્લી મેચમાં 16 બોલમાં 30 રન બનાવ્યા હતા અને હવે તેણે ઝિમ્બાબ્વે સામે અણનમ 61 રન બનાવ્યા છે.

સૂર્યકુમારે T20 વર્લ્ડ કપ 2022 માં 75 ની એવરેજ અને 194 ની સ્ટ્રાઈક રેટ સાથે 225 રન બનાવ્યા છે. આ સિવાય યાદવે આ કેલેન્ડર વર્ષમાં 59 સિક્સર ફટકારી છે. ભારત આ મેચમાં ઋષભ પંત સાથે મેદાનમાં ઉતરવામાં આવ્યો હતો, પરંતુ પંત પાંચ બોલમાં માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો.

આવી રહી ભારતીય ઇનિંગ્સ

આવી રહી ભારતીય ઇનિંગ્સ

આ પહેલા ટીમ ઈન્ડિયાની શરૂઆત કેએલ રાહુલ અને રોહિત શર્માએ કરી હતી, પરંતુ રોહિત 15 રન બનાવીને બ્લેસિંગ મુજરબાનીના બોલ પર આઉટ થયો હતો. વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે સારી અડધી સદીની ભાગીદારી હતી. જ્યાં કેએલ રાહુલે કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા, પરંતુ વિરાટ કોહલી સીન વિલિયમ્સની બોલ પછી આઉટ થયો હતો અને તેણે 25 બોલમાં 26 રન બનાવ્યા હતા.

જે બાદ કેએલ રાહુલ તેની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો, પરંતુ 35 બોલમાં 51 રન બનાવ્યા બાદ તે સિકંદર રઝાના હાથે આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવનું બેટ બીજા છેડે સતત ચાલી રહ્યું હતું અને વિકેટો પણ પડી રહી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યા કંઈ ખાસ ફોર્મમાં જોવા મળ્યો ન હતો અને તેણે 18 બોલમાં 18 રનની ઇનિંગ રમી હતી.

આ સાથે ઝિબ્બાવેની બોલિંગની વાત કરવામાં આવે તો, બ્લેસિંગ મુજરબાની માટે મેચ ભૂલી ન શકાય તેવી સાબિત થઈ છે. કારણ કે, તેણે ચાર ઓવરમાં 50 રન આપીને એક વિકેટ લીધી હતી. આ સાથે સિન વિલિયમ્સે 2 ઓવરમાં 9 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સાથે રઝા અને નગારાવાને એક-એક વિકેટ મળી હતી.

આર અશ્વિને લીધી 3 વિકેટ

આર અશ્વિને લીધી 3 વિકેટ

આ મેચમાં ભારતીય બોલર્સના પ્રદર્શનની વાત કરીએ તો આર અશ્વિને 3 વિકેટ લીધી છે. જ્યારે મહોમ્મદ સામી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી છે. આ સાથે અક્ષર, અર્શદીપ અને ભૂવનેશ્વર કુમારે પણ 1-1 વિકેટ ઝડપી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND VS ZIM : Suryakumar broke this record in T20 World Cup 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X