For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC Test Ranking: ભારતે ઓસ્ટ્રેલિયાની બાદશાહત ખતમ, ICC ટેસ્ટ રેંકિંગમાં નંબર 1 નો તાજ કર્યો કબ્જે

ભારતે ઓસ્ટ્રેલિયાને પછાડીને ટેસ્ટ રેન્કીંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાને નંબર એક પર દબદબો હતો.

|
Google Oneindia Gujarati News

ICC Test Ranking:રતીય ટીમના ટેસ્ટ ક્રિકેટમાં બાગ્લાદેશ પ્રવાસ પર બે મેચોમાં જીતમ મેળવી હતી. અને વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશીપના અંક ટેબલમાં મજબૂત સ્થિતિ મેળી છે. જો કે રેંકિગમાં ટીમ ઇન્ડીયા નંબર બે પર હતી. હવે તાજા માહિતી અનુસાર ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. આઇસીસી ટેસ્ટ રેન્કીંગમાં ટીમ ઇન્ડિયાએ નંબર એકનો તાજ મેળવી લીધો છે. ભારતીય ટીમે આ મામલે ઓશ્ટ્રેલિયાને પાછળ છોડી દિધુ છે.

TEST ICC

નવા રેન્કીગ આઇસીસીએ મંગળવારે બહાર પાડ્યા છે .અને તેમા ભારતીય ટીમને ટોપનુ સ્થાન પ્રાપ્ત થયુ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર એક નો તાજ હતો. પરંતુ હવે ભારતીય ટીમે તેમને પાછળ છોડી દિધી છે. 32 મેચોમાં ટીમ ઇન્ડિયાએ 3690 અંક મેળવ્ય છે. કુલ 115 રેન્કીંગ પોઇન્ટ સાથએ ટોપ સ્થાન મેળવ્યુ છે. તો ઓશ્ટ્રેલિયાની ટીમ પાસે 111 રેટિંગ અંક છે. તેમણે 29 મેચોમાં 3231 પોઇન્ટ છે. ઓસ્ટ્રેલિયાને પાંચ અંકનુ નુક્સાન થયુ છે, ભારતના અંકોમાં કોઇ જ કાપ નથી થયો. નંબર ત્રણ પર ઇંગ્લેન્ડ છે. ઇંગ્લેન્ડ પાસે 106 પોઇન્ટ છે.

ટેસ્ટ ક્રિકેટમાં આઇસીસીની બેટિંગ રેકિગમાં બે ભારતીય ખેલાડીના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમા ઋષભ પંત સાતમાં નંબર પર છે. પંતે બાંગ્લાદેશ પ્રવાસે સારુ પ્રદેર્શ કર્યુ હતુ. આ સિવાય ભારતીય કેપ્ટન રોહીત શર્મા 10 નંબર પર છે. ટેસ્ટ રેકિંગમાં નંબર એક અને બે પર ઓસ્ટ્રેલિયાનો દબદબો છે. માર્નસ લૈબુશન નંબર એક અને સ્ટીવ સ્મિથ નંબર બે પર છે. પાકિસ્તાનના કેપ્ટરન બાબર આઝમ ત્રીજા નંબર પર છે. બોલિંગ રેકિંગમાં જસપ્રીત બૂમરાહ નંબર ત્રણ પર અશ્વીન ચાર પર છે. નંબર એક પર પૈટ કમિંસ છે.

ઓલરાઉન્ડર રેકિંગમાં ટીમ ઇન્ડિયાના સારી પોઝિશન પર છે. રવિન્દ્ર જાડેજા ઇજાના લીધે બાલ્ગાદેશના પ્રવાસે નહોતા જઇ શક્યા. તેમ છતા તે ઓલ રાઉન્ડર રેકિંગમાં નંબર એક પર છે. અશ્વીન નંબર 2 પર છે. આ સિવાય બાંગ્લાદેશના સાકિબ અલ હસને ત્રીજુ સ્થઆન મેળવ્યુ છે. બેન સ્ટોક્સ નંબર ચાર પર છે. મિચેલ સ્ટોક્સ આમા નંબર પાંચ પર છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India beat Australia to No. 1 in Test rankings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X