કોહલીની સેના આ ચાર નાયક, જાણે અપાવી અદ્ઘભૂત જીત

Posted By:
Subscribe to Oneindia News

ચેપક સ્ટેડિયમમાં આજે ભારત અને ઇગ્લેન્ડની મેચમાં ઇગ્લેન્ડને 75 રનથી હરાવી ભારતે એક સોનરી જીત મેળવી છે. ભારતે ઇગ્લેન્ડ સામેની આ છેલ્લી મેચની એક ઇનિંગ 75 રનથી જીતી લીધી છે. અને આ સાથે જ ભારત પાંચેય મેચ વાળી આ સિરિઝ 4-0થી પોતાના નામે કરી લીધી છે. ત્યારે ભારતને આ અદ્ઘભૂત જીત અપાવનાર નાયકોથી મળો અહીં...

લોકેશ રાહુલ

લોકેશ રાહુલ

ભારતના બેટ્સમેન લોકેશ રાહુલે 199 રનો સાથે ટીમ ઇન્ડિયાને આપી મજબૂતી. જો કે તે પોતાની બેવડી સદી પૂર્ણ ના કરી શક્યા પણ તમને બેટિંગ ત્યારે કામમાં આવી જ્યારે ટીમને જીતની તાતી જરૂર હતી.

કરુણ નાયર

કરુણ નાયર

ત્રણ સદી ફટકારીને રેકોર્ડ બનાવનાર અદ્ઘભૂત ખેલાડી કરુણ નાયરની સફળતા, ટીમ ઇન્ડિયા વર્ષો સુધી યાદ રાખશે. ટીમ ઇન્ડિયાની જીતમાં તેની આ ત્રેવડી સદી મહત્વની હતી. જેણે અનેક રેકોર્ડ પણ સર્જ્યા.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

આપણા ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં 7 વિકેટ લીધી. મુંબઇ ટેસ્ટમાં પણ તે તેમના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યા હતા. અને કોઇ પણ ક્રિકેટ પ્રેમી માટે તેમને રમતા જોવા એક લાહવો છે.

કેપ્ટન વિરાટ કોહલી

કેપ્ટન વિરાટ કોહલી

ભલે ચેન્નઇના ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીની દમદાર બેટિંગ ના જોવા મળી. પણ તેમની કેપ્ટનશીપના કારણે જ ટીમ ઇન્ડિયા ઇગ્લેન્ડથી 4-0માં જીતી છે તે વાત ભૂલવા જેવી નથી. એટલું જ નહીં આ સીરિઝ દરમિયાન કોહલી પોતાનો બેસ્ટ સ્કોર આપ્યો અને બેવડી સદી ફટકારીને સફળતાનો નવો આધ્યાય લખ્યો.

પાર્થિવ પટેલ

પાર્થિવ પટેલ

પૂરા 8 વર્ષ સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહેનાર ગુજરાતી ક્રિકેટર અને વિકેટકિપર પાર્થિવ પટેલ તેમની બોલિંગથી તે સાબિત કરી દીધું કે તેમની ટીમ ઇન્ડિયામાં પાછી પસંદગી કરીને ટીમે કંઇ જ ખોટું નથી કર્યું.

આર અશ્વિન

આર અશ્વિન

આર અશ્વિન ઇગ્લેન્ડ વિરુદ્ધ રમવામાં આવેલી આ સમગ્ર સીરિઝના હિરો રહ્યા હતા. તેમની ફિરકીએ ઇંગ્લેજોને મેદાન છોડવા માટે મજબૂર કર્યા હતા.

English summary
England were bundled out for 207 as India thrashed visitors by an innings and 75 runs on the final day of the fifth and final Test match against India, on Tuesday (December 20).
Please Wait while comments are loading...