For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-પાકિસ્તાનની મેચ પર રમાયો 2500 કરોડનો સટ્ટો, જાણો શું ચાલે છે ભાવ

ભારત-પાકિસ્તાનની મેચને પગલે સટ્ટા બજાર તેજ થયું

|
Google Oneindia Gujarati News

દુબઈઃ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રમાનાર એશિયા કપની મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેદાની જંગ થનાર ચે. આ મેચ પહેલા જ સટ્ટા બજારમાં કરોડોનો દાવ લાગી ગયો છે, એવામાં સટોડિયાઓને પકડવા માટે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. ગત રાત્રે પોલીસે આગરામાંથી કેટલાક સંદિગ્ધોને પકડી પાડ્યા છે. સૂત્રો મુજબ સટ્ટા બજારમાં ભારત-પાકની મેચ માટે આજે 2500 કરોડ રૂપિયાનો દાવ લાગી શકે છે. એટલું જ નહિ, આજે રમાનાર મેચમાં ભારતનો ભાવ 70 પૈસા છે જ્યારે પાકિસ્તાનનો ભાવ 1.30 રૂપિયા છે.

સટોડિયાઓનો અડ્ડો બન્યું આગરા

સટોડિયાઓનો અડ્ડો બન્યું આગરા

મેચ પહેલા તાજ નગરી આગરાની કેટલીય હોટલોમાં સટ્ટો લગાડવાની તૈયારી કરવામાં આવી છે, પોલીસને જાણકારી મળી હતી કે સટોડિયાઓએ કેટલીય હોટલના રૂમ બુક કરાવ્યા છે. જાણકારી મળતાની સાથે જ પોલીસે કાર્યવાહી કરી રકાગંજથી મંગળવારે રાત્ર 9 લોકોની અટકાયત કરી હતી, જેમના મોબાઈલ નંબરને સર્વેલન્સ પર રાખવામાં આવ્યા છે. પોલીસ પાસે 500થી વધુ સટ્ટોડિયાઓનો રેકોર્ડ છે. જેમાંથી 400 વિરુદ્ધ બે વર્ષથી કેટલાય મામલા દાખલ છે. જેમાંથી કેટલાયને જેલની હવા પણ ખાવી પડી છે. સટ્ટા કિંગના નામથી જાણીતા શ્યામ બોહરા હાલ જેલમાં છે, પરંતુ તેના રેકેટના સભ્યો હજુ પણ સટ્ટો રમાડવાના ધંધામાં સક્રિય છે.

શું છે આજની મેચનો ભાવ

શું છે આજની મેચનો ભાવ

સટ્ટા બજારમાં જે ભાવ ચાલી રહ્યો છે તે મુજબ ભારતની ટીમ પર રૂપિયા લગાવવામાં આવે તો એક રૂપિયા પર 70 પૈસા મળશે, જ્યારે પાકિસ્તાનની ટીમ પર રૂપિયા લગાવવામાં આવે તો એક રૂપિયા પર 1.30 રૂપિયા મળશે. જણાવી દઈએ કે જે ટીમના જીતવાના અણસાર વધુ હોય તે ટીમનો ભાવ એટલા જ વધુ હોય છે. સટ્ટા બજારમાં પાકિસ્તાનની સરખામણીએ ભારતીય ટીમને કમજોર આંકવામાં આવી રહી છે. એવામાં એશિયા કપની ફાઈલન મેચ માટે પાકિસ્તાનનો ભાવ 2.25 રૂપિયા જ્યારે ભારતનો ભાવ 90 પૈસા છે, એટલે કે જો ભારતીય ટીમ પર એક રૂપિયો લગાવવામાં આવે તો 90 પૈસા મળશે જ્યારે પાકિસ્તાનની ટીમ પર એક રૂપિયો લગાવવા પર 2.25 રૂપિયા મળશે.

રોહિત શર્મા અને લોકેશ રાહુલ પર પણ લાગ્યો દાવ

રોહિત શર્મા અને લોકેશ રાહુલ પર પણ લાગ્યો દાવ

એશિયા કપઃ ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા પહેલા આંકડાઓ પર કરો એક નજર એશિયા કપઃ ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા પહેલા આંકડાઓ પર કરો એક નજર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Asia Cup Ahead of India Pakistan match Agra becomes the spot of bookies here is the price in the market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X