ઑસ્ટ્રેલિયાને હરાવી ભારતે જીત્યો અંડર-19નો વર્લ્ડ કપ

Written By:
Subscribe to Oneindia News

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાયનલ મેચ ન્યૂઝીલેન્ડના ઓવલમાં રમાઇ હતી. ભારતે ઑસ્ટ્રેલિયાને 8 વિકેટથી માત આપી ચોથી વાર આ ખિતાબ પર કબજો જમાવ્યો હતો. આ આખી ટૂર્નામેન્ટમાં અજેય રહેલ ટીમ ઇન્ડિયાએ ફાયનલમાં ઑસ્ટ્રેલિયાને એકતરફી હરીફાઇમાં માત આપી હતી. ભારતના શુબમન ગિલ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા અને મંજોત કાલરાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. મંજોત કાલરાએ આ મેચમાં સદી ફટકારી હતી.

India U19 vs Australia U19 world cup Final

ઑસ્ટ્રેલિયાની ટીમ 47.2 ઓવરમાં 216 રન ફટકારી ઓલઆઉટ થઇ હતી અને ભારતને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મંજોત કારલાની સદીએ જ ભારતને પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદ કરી હતી અને ગુજરાતના ખેલાડી હાર્વિક દેસાઇએ પણ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું.

ભારતીય ટીમ(પ્લેઇંગ ઇલેવન): પૃથ્વી શૉ(કપ્તાન), મંજોત કારલા, શુબમન ગિલ, હાર્વિક દેસાઇ(કીપર), રિયાન પરાગ, અભિષેક શર્મા, અનુકૂ રાય, કમલેશ નાગરકોટી, શિવમ મવી, શિવા સિંહ, ઈશાન પોરેલ

ઑસ્ટ્રેલિયન ટીમ(પ્લેઇંગ ઇલેવન): જેક એડવર્ડ્સ, મેક્સ બ્રાયંટ, જેસન સંઘા(કપ્તાન), જોનાથન મેર્લો, પરમ ઉપ્પલ, નેથન મેકસિની, વિલ સદરલેન્ડ, બેક્સટર જે હોલ્ટ(કીપર), જેક ઇવાન્સ, રયાન હેડલી, લૉયડ પોપ

English summary
India U19 vs Australia U19 world cup Final Cricket Score

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.