For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: ટેસ્ટ સીરિઝમાં ભારતનુ જોરદાર કમબેક, 8 વિકેટે જીતી બૉક્સિંગ ડે ટેસ્ટ

ભારતીય ક્રિકેટ ટીમે એડિલેડની શરમજનક હારથી પોતાનો પીછો છોડાવીને બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતી લીધી છે.

|
Google Oneindia Gujarati News

India won Boxing Day Test નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ ટીમે એડિલેડની શરમજનક હારથી પોતાનો પીછો છોડાવીને બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતી લીધી છે. ભારતે અંજિક્ય રહાણેની કમાનમાં મેલબર્નના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ મુકાબલો 8 વિકેટથી જીતી લીધો છે. સીરિઝની પહેલા ગુલાબી બોલ ટેસ્ટની બીજી ઈનિંગમાં 36 રને ઑલ આઉટ થનારી ટીમ ઈન્ડિયાએ ચાર મેચની સીરિઝને 1-1થી બરાબર કરી લીધી છે. આ ભારત સાથે સાથે અજિંક્ય રહાણે માટે બહુ મોટી ઉપલબ્ધિ છે જેણે વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં માત્ર કમાન જ ન સંભાળી પરંતુ એક અનુભવી બેટ્સમેન તરીકે આગળ આવીને પ્રદર્શન કર્યુ.

india

રહાણે કેપ્ટન અને બેટ્સમેન બંનેમાં ખાસ સાબિત થયા. પહેલા દાવમાં તેમના દ્વારા રમવામાં આવેલ 112 રન મેચ માટે નિર્ણાયક સાબિત થયા અને તેણે ભારતમાં પક્ષમાં જે લય બનાવ્યો તે છેવટ સુધી જળવાઈ રહ્યો. ભારતે ત્યારબાદ ઑસ્ટ્રેલિયાને 200 રન પર સીમિત કરી દીધુ અને બીજા દાવમાં જે રીતે શુભમન ગિલ અને કેપ્ટન અજિંક્ય રહાણે જે રીતે પૉઝિટિવ થઈને બેટિંગ કરી તે પ્રશંસનીય હતી.

ભારતે 70 રનના લક્ષ્યનો પીછો કરતા મયંક અગ્રવાલને 5 રનના સ્કોર પર ગુમાવી દીધા. મયંક આ સીરિઝમાં કંઈ ખાસ કરી શક્યા નહિ અને તે પૂજારા સાથે ભારતીય ટીમની બેટિંગ ચિંતા છે. આ વખતે અગ્રવાલે સ્ટૉર્કની બોલિંગ પર અંતર કરી લીધુ અને વિકેટની પાછળ પેને કોઈ ભૂલ કરી નહિ. ત્યારબાદ પૂજારાએ પણ ત્રણ રનના વ્યક્તિગત સ્કોર પર કમિંસના હાથે ચાલતી પકડી. અહીંથી શુભમન ગિલ અને રહાણેએ શૉટ્સ લગાવીને ભારતને ઝડપથી લક્ષ્ય તરફ પહોંચાડવાનુ શરૂ કરી દીધુ અને 15.5 ઓવરોમાં જીત મેળવી લીધી. ગિલે 36 બોલ પર 7 ચોગ્ગા ફટકારીને અણનમ 35 રન બનાવ્યા. જ્યારે રહાણેએ 40 બોલમાં 3 ચોગ્ગા લગાવીને 27 રન બનાવ્યા.

મોસ્ટ સર્ચ ઈન્ડિયન પોલિટિશયનની લિસ્ટમાં PM મોદી નંબર વન પરમોસ્ટ સર્ચ ઈન્ડિયન પોલિટિશયનની લિસ્ટમાં PM મોદી નંબર વન પર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India vs Australia: Boxing day test india strongly back in series won by 8 wickets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X