ધર્મશાળા ટેસ્ટઃ ભારતે 6 વિકેટ પર 248 રન ફટકાર્યા

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે 6 વિકેટ પર 248 રન બનાવ્યા. આ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ રવિવારે રમત ઑસ્ટ્રેલિયન ટીમના હાથમાં હતી. ટેસ્ટ મેચના બીજા દિવસે કોઇ દિગ્ગજ ભારતીય ખેલાડી મેદાન પર વધુ સમય ટકી ન શક્યો.

k l rahul
  • ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતે 6 વિકેટ ગુમાવી 248 રન બનાવ્યા છે. ભારત હજુ પણ ઑસ્ટ્રેલિયાથી 52 રન પાછળ છે.
  • રવિન્દ્ર જાડેજા(16) અને રિદ્ધિમાન સાહા(10) નોટ આઉટ.
  • ઑસ્ટ્રેલિયા તરફથી લૉયને 4 વિકેટ લીધી.
  • ઑસ્ટ્રેલિયા માટે લૉયોને છઠ્ઠી વિકેટા રૂપમાં અશ્વિને આઉટ કર્યા હતા.
  • ભારત માટે સૌથી વધુ રન લોકેશ રાહુલ(60) અને ચેતેશ્વર પુજારા(57)એ બનાવ્યા.
  • કપ્તાન અજિંક્ય રહાણે પાંચમી વિકેટના રૂપમાં આઉટ થયા, તેઓ અર્ધસદીથી માત્ર 4 રન દુર હતા. રહાણે 46 રન ફટકારી આઉટ થયા છે.
  • ભારતને 4થો ઝાટકો કરુણ નાયરના રૂપમાં મળ્યો, નાયર 5 રને આઉટ થયા.
  • ચેતેશ્વર પુજારા એ આ મેચમાં પોતાના કરિયરની 15 અર્ધસદી ફટકારી છે. પુજારાએ 132 બોલમાં 50 રન પૂર્ણ કર્યા છે, આ સરિઝમાં પૂજારાની બીજી અર્ધસદી છે.
  • અર્ધસદી ફટકાર્યા બાદ કે.એલ.રાહુલ બીજી વિકેટ તરીકે આઉટ થયા છે. તેમણે 60 રન ફટકાર્યા.
  • ભારતીય ટીમને પહેલા ઝાટકો મુરલી વિજયના રૂપમાં લાગ્યો.
  • મેચના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાની ટીમ 300 રન પર ઓલઆઉટ થઇ હતી.
  • ભારતીય ટીમની કપ્તાની હાલ અજિંક્ય રહાણે કરી રહ્યાં છે. ખભામાં ઇજા થઇ હોવાને કારણે વિરાટ કોહલી આ મેચ નથી રમી રહ્યાં.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X