For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs BAN ટેસ્ટ સીરીઝના હેડ ટુ હેડ રેકોર્ડ, સૌથી વધુ રન સહિતના આંકડા

આવતી કાલે ભારત બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમશે. આ મેચ પહેલા તમને જણાવી દઇએ કે બન્ને ટીમોના હેડ ટુ હેડ આંકડા શું છે અને સૌથી વધુ રન બનાવવાનો તથા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કોના નામે છે.

|
Google Oneindia Gujarati News

વનડે શ્રેણીમાં અણધારી હાર બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે, જે બે મેચની શ્રેણી હશે. પ્રથમ મેચ આવતીકાલે એટલે કે 14મી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. આ મેચ ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે અને ત્યારબાદ 22 ડિસેમ્બરથી શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બીજી મેચ રમાશે.

દેખીતી રીતે ભારતીય ટીમ જીતવા માટે ફેવરિટ તરીકે પ્રવેશ કરશે કારણ કે તેણે હજુ ટાઈગર્સ સામે હજુ સુધી કોઇ મેચ હારી નથી. છેલ્લી વખત જ્યારે બંને ટીમો એકબીજા સામે રમી હતી તે એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ભારતે નવેમ્બર 2019 માં ઈડન ગાર્ડન્સ ખાતે ઘરઆંગણે પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચ રમી હતી.

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

  • બંને ટીમો વચ્ચે 11 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાં ભારતે 9 અને બાંગ્લાદેશ એકેયમાં જીત મેળવી નથી. બે મેચ ડ્રો રહી છે.
  • ભારતનો સર્વોચ્ચ સ્કોર 6 વિકેટે 687 રન છે. આ મેચ ફેબ્રુઆરી 2017માં હૈદરાબાદમાં થઈ હતી જેમાં ભારત 208 રનથી જીતવામાં સફળ રહ્યું હતું.
  • ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરી 2010માં ચટ્ટોગ્રામમાં 243 રન બનાવ્યા હતા જે બાંગ્લાદેશ સામેનો સૌથી ઓછો સ્કોર છે. ત્યારે પણ ભારત 113 રનથી જીત્યું હતું.
બેસ્ટ બેટિંગ અને બોલિંગ

બેસ્ટ બેટિંગ અને બોલિંગ

  • સચિન તેંડુલકરનો સર્વોચ્ચ સ્કોર 2004માં બાંગ્લાદેશ સામે ઢાકામાં અણનમ 248 રન છે.
  • 2010માં ઝહીર ખાનની 87 રનમાં 7 વિકેટ એ ભારતીય બોલરે ટાઈગર્સ સામેની એક ઇનિંગમાં લીધેલી સર્વશ્રેષ્ઠ વિકેટ છે. ઝહીર ખાને આ વિકેટ મીરપુરમાં લીધી હતી.
  • જો કે મેચમાં શ્રેષ્ઠ બોલિંગની વાત કરવામાં આવે તો ઈરફાન પઠાણે 96 રન આપીને 11 વિકેટ ઝડપી હતી.
  • ભારતે બાંગ્લાદેશની ધરતી પર 8માંથી 6 ટેસ્ટ મેચ જીતી છે અને બે મેચ ડ્રો કરી છે. છેલ્લી મેચ જૂન 2015માં થઈ હતી જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન

અહીં સચિન તેંડુલકરે 7 મેચમાં 136.66ની એવરેજથી 820 રન બનાવ્યા છે અને 5 સદી ફટકારી છે. તે આ બંને દેશો વચ્ચેની ટેસ્ટ મેચમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના પછી રાહુલ દ્રવિડે 7 મેચમાં 560 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર મુશ્ફિકુર રહીમ છે જેણે 6 મેચમાં 518 રન બનાવ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ ચાર મેચમાં 392 રન બનાવ્યા છે અને તે ચોથા નંબર પર છે.

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ

સૌથી વધુ વિકેટ લેવાની વાત કરવામાં આવે તો ઝહીર ખાન સાત મેચમાં 24.25ની એવરેજથી 31 વિકેટ સાથે નંબર વન છે. ઈશાંત શર્માએ સાત મેચમાં 25 વિકેટ, ઈરફાન પઠાણે 2 મેચમાં 18 વિકેટ, આર અશ્વિને 4 મેચમાં 16 વિકેટ અને પાંચમા નંબરના અનિલ કુંબલેએ ચાર મેચમાં 15 વિકેટ ઝડપી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India vs Bangladesh Test Series stats including highest runs, head to head record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X