ભારત વિ. બાંગ્લાદેશઃ વિરાટે ચોગ્ગો ફટકારી પૂરી કરી સદી

Written By:
Subscribe to Oneindia News

આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ હતી.

  • બાંગ્લાદેશ વિ. ભારતની ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 335 રન બનાવી લીધા છે. કપ્તાન વિરાટ કોહલી એ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
  • વિરાટ કોહલી (101) અને અજિંક્ય રહાણે (34) ક્રિઝ પર છે. બંન્નેએ મળીને 95થી વધુ રન બનાવ્યા છે.
  • આ મેચમાં વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 16મી સદી ફટકારી છે. વિરાટે 130 બોલ પર પોતાની સદી પૂર્ણ કરી. જેમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા.
virat kohli
  • મુરલી વિજય 108 રન બનાવી આઉટ થયા. મુરલી વિજયે આ મેચમાં પોતાના ટેસ્ટ કરિયરની 9મી સદી ફટકારી છે. તેણે 149 બોલ પર પોતાની સદી પૂર્ણ કરી હતી.
  • બાંગ્લાદેશ વિરુદ્ધ આ મુરલી વિજયની બીજી સદી છે. આ પહેલાં તેણે જૂન 2015માં ફતુલ્લામાં 150 રન બનાવ્યા હતા.
  • પુજારા 83 રન લગાવી આઉટ થયો હતો, પૂજારા અને વિજયે મળીને બીજી વિકેટ પહેલાં 178 રનની પાર્ટનરશિપ કરી હતી. લોકેશ રાહુલ આઉટ થયા બાદ મુરલી અને પુજારાએ મળીને ખૂબ સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતું. બંન્નેએ અડધી સદી ફટકારી ભારતની સ્કોર બેંકમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
  • બાંગ્લાદેશ તરફથી બોલર તસ્કિન એહમદે ભારતને પહેલો ઝાટકો આપતાં બેટ્સમેન કે.એલ.રાહુલ (2)ની વિકેટ લીધી હતી.
English summary
India vs Bangladesh Test Match, Day 1, from Rajiv Gandhi International Stadium, Uppal, Hyderabad.
Please Wait while comments are loading...