ભારતે 36 રનથી મુંબઇ ટેસ્ટ જીતી, ભારત-ઇંગ્લેંડ સીરિઝ પર 3-0 થી શાનદાર વિજય

Subscribe to Oneindia News

ટેસ્ટ સીરિઝના પાંચમાં દિવસે ભારતને જીતવા માટે ચાર વધુ વિકેટોની જરુર હતી જે તેણે માત્ર 40 મિનિટમાં જ લઇને જીત મેળવી લીધી હતી. ભારતના સ્ટ્રાઇક બોલર રવિચંદ્રન અશ્વિને પાંચમાં દિવસે બાકીની 4 વિકેટ ખેરવીને ભારતને જીત અપાવી હતી.

india

ભારતે અંગ્રેજોની આખી ટીમને માત્ર 195 રન પર આઉટ કરી દીધી હતી. આ મેચમાં જીત સાથે ભારતે પાંચ મેચોની સીરિઝ પર કબ્જો કરી લીધો છે. કેપ્ટન કોહલી મેન ઓફ ધ મેચ બન્યો છે. તમને જણાવી દઇએ કે ભારતે ઇંગ્લેંડ સામે 8 વર્ષ બાદ ટેસ્ટ સીરિઝ જીતી છે. આ રહ્યા જીતના 5 હીરો.

ashwin

અશ્વિન

અશ્વિનની ફીરકી સામે શરુઆતથી અંગ્રેજ પરાસ્ત નજરે પડ્યા. અશ્વિને બીજા દાવમાં 6 વિકેટ સહિત મેચમાં કુલ 12 વિકેટ લઇને અનોખો ઇતિહાસ રચ્યો છે.

jadeja

રવિન્દ્ર જાડેજા

માત્ર અશ્વિનની બોલિંગ જ નહિ જાડેજાની ઘાતક બોલિંગ આગળ રુટ સહિત બેટ્સમેનોએ હાર માની લીધી હતી. જાડેજાએ પહેલા દાવ અને બીજા દાવમાં મળીને 6 વિકેટ લીધી હતી.

kohli

કેપ્ટન વિરાટ કોહલી

કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી બેવડી સદી ફટકારીને ટીમ ઇંડિયાને મજબૂત બનાવી દીધી હતી અને ભારતને વિજય અપાવ્યો હતો. આ મેચમાં વિરાટે પોતાની ટેસ્ટ કેરિયરનો બેસ્ટ સ્કોર (235 રન) કર્યો. કોહલીએ 4000 રન પણ પૂરા કર્યા.

murli

મુરલી વિજય

ટીમ ઇંડિયાને સેફઝોનમાં પહોંચાડનાર હીરો મુરલી વિજયે મેચના બીજા દિવસે સદી ફટકારીને ટીમ ઇંડિયાનું કામ સરળ કરી દીધુ હતુ. મુરલીએ 136 રન (10 ચોગ્ગા, 3 છક્કા) બનાવ્યા હતા.

yadav

જયંત યાદવ

આ મેચમાં જયંત યાદવે પોતાના ટેસ્ટ કેરિયરની પહેલી સદી ફટકારી. તે 104 રન બનાવીને આઉત થયો. જયંત યાદવે નવમાં નંબરે આવીને સદી ફટકારનાર પહેલો ભારતીય બન્યો

English summary
India Vs England, 4th Test: India win by an innings and 36 runs, clinch series 3-0
Please Wait while comments are loading...