For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India vs England: ઋષભ પંતે પંડ્યા માટે આપી કુરબાની, પછી હાર્દિકે કર્યુ એવુ કામ કે ખુશીથી ઝુમી ઉઠ્યા ફેન્સ

ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાની બેટિંગથી બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

India vs England T20 World Cup 2022 hardik pandya: ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાની બેટિંગથી બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ માત્ર 33 બોલમાં 67 રન ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. પંડ્યાએ છેલ્લી કેટલીક ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી.

team india

એડિલેડ ઓવલમાં હાર્દિકે લૂંટી મહેફિલ

એડિલેડ ઓવલ ખાતે હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી. નૉકઆઉટ મેચમાં હાર્દિક પંડ્યાએ વર્લ્ડ કપની પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. પંડ્યાની ઈનિંગની મદદથી ભારતે ઈંગ્લેન્ડ સામે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈનિંગની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર પંડ્યાની વિકેટ પડી હતી. પરંતુ બહાર નીકળતા પહેલા તેણે પોતાનુ કામ કરી દીધુ હતુ.

પંતે કર્યુ દિલ જીતવાનુ કામ

આ મેચમાં ઋષભ પંત બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ તેણે કંઈક એવુ કર્યુ જેના વખાણ થઈ રહ્યા છે. વાસ્તવમાં, પંત છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર રન બનાવી શક્યો ન હતો અને બોલ વિકેટ કીપર પાસે ગયા બાદ તે રન લેવા દોડ્યો હતો. પંત જાણતો હતો કે તે બીજી બાજુ પહોંચી શકશે નહિ. છતાં તેણે રન લઈને અને પંડ્યાને સ્ટ્રાઇક આપી જેથી તે ભારત માટે વધુ રન બનાવી શકે.

પંત આઉટ થતા જ પંડ્યાએ માર્યો છક્કો

ઋષભ પંત રન આઉટ થયા બાદ બીજા જ બોલમાં હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારી હતી. પંડ્યાનો આ શૉટ જોઈને ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. આઉટ થયા બાદ પંતે હાર્દિક પંડ્યા તરફ જોયુ અને અંગૂઠો બતાવ્યો. પંતની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ અંગે ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India vs England: Rishabh Pant sacrificed for Pandya, then Hardik did such a thing that the fans cheered, pic goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X