For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ મેચ હાર્યા બાદ કોહલીનું નિવેદન, એકને એક ભૂલ વારંવાર કરી

ટેસ્ટ મેચ હાર્યા બાદ કોહલીનું નિવેદન, એકને એક ભૂલ વારંવાર કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ જેટલા જોશ અને હર્ષોલ્લાસ સાથે થયો તેટલી જ નિરાશા સાથે આ પ્રવાસનો અંત થયો. પાંચ ટી20 મેચની સીરિઝ 5-0થી જીત્યા બાદ ત્રણ વનડે મેચની સીરિઝ ગુમાવી ભારત લય ગુમાવી બેઠું છે. હવે બે ટેસ્ટ મેચની સીરીઝમાં પણ 2-0થી હાર સાંપડી છે. ક્રાઈસ્ટચર્ચમાં થયેલ બીજી ટેસ્ટમાં પણ ભારતની પહેલી ટેસ્ટ જેવો જ હાલ રહ્યો. જો કે આ વખતે બોલર્સે કેટલીક હદ સુધી પોતાનું કામ બખુબી સારું કર્યું છતાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટ રહેતા સીરિઝ પોતાના નામે કરી લીધી. સીરિઝ ગુમાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી ટીમના પ્રદર્શન પર નારાજ દેખાયા. તેમણે બેટ્સમેનોને હાર માટે જવાબદાર ગણાવ્યા અને ઘર પાછા જતા પહેલા આ સલાહ આપી દીધી.

બહાનાની જરૂર નથી

બહાનાની જરૂર નથી

કેપ્ટન કોહલીએ ટીમને કહ્યું કે શું ભૂલ થઈ તે આપણે સમજવાની જરૂરત છે અને તેમાં બહાનાની કોઈ આવશ્યકતા નથી. તેમણે કહ્યું કે, "અમે પહેલી ટેસ્ટમાં જુસ્સો ના દેખાડ્યો અને અહીં પણ પહેલી ઈનિંગમાં સારું બેટિંગ કર્યું પરંતુ તે બાદ ભૂલ પૂનરાવર્તિત કરી. પરંતુ ન્યૂઝીલેન્ડે શાનદાર ખેલ દેખાડ્યો. તેમણે સતત ગુડ એરિયામાં બોલિંગ કરી."

આપણા બેટ્સમેનોએ ભૂલ કરી

આપણા બેટ્સમેનોએ ભૂલ કરી

જેની આગળ કોહલીએ ખરાબ પ્રદર્શન બદલ બેટ્સમેનો પર નિરાશા જતાવતા કહ્યું, 'બેટ્સમેનોએ એટલા રન નથી બનાવ્યા જેનાથી વિરોધી બોલર્સને સફળતા મળી. આપણા બેટ્સમેનોએ ભૂલો કરી અને ન્યૂઝીલેન્ડે સતત દબાણ બનાવી રાખ્યું. ન્યૂઝીલેન્ડના બોલર્સે આપણા પર દબાણ બનાવી રાખ્યું અને આપણે તેમા ફસાતા રહ્યા. આપણે પરત જવાની જરૂરત છે, શું ભૂલ થઈ શું આગળ વધ્યું તે સમજો. આપણે એવો પક્ષ નથી જે ટૉસના પરિણામ વિશે વિચારતો હોય. આપણે આ પ્રવાસ પર બહાના બનાવવા નથી જવાના. એકદિવસીય મેચમાં યુવા ખેલાડીઓને જોઈ સારું લાગ્યું. રોહિત ઉપલબ્ધ ના રહ્યા અને મને રન નથી મળી રહ્યા. અમે વધુ સારી રીતે નહોતા રમ્યા તે સ્વીકાર કરવાની જરૂરત છે.'

આવી રહી મેચ

આવી રહી મેચ

શ્રેષ્ઠ બોલિંગના દમ પર ન્યૂઝીલેન્ડે બીજી અને આખરી ટેસ્ટમાં ભારતને સાત વિકેટથી હરાવી બે મેચની ટેસ્ટ સીરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું. પહેલા બેટિંગ કરતા ભારતે પહેલી ઈનિંગમાં માત્ર 242 રન જ બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગમાં 235 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. આવી રીતે જ પહેલી ઈનિંગ બાદ ભારતને 7 રનની લીડ મળી હતી જ્યારે બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 124 રન જ બનાવી શકી. આવી રીતે ન્યૂઝીલેન્ડને જીત માટે 132 રનનો ટાર્ગેટ મળ્યો, જેને કીવી ટીમે ત્રીજા દિવસે જ આસાનીથી હાંસલ કરી લીધો.

IND vs NZ: બુમરાહ-શમીએ કરાવી વાપસી, 235માં કીવી ઓલઆઉટIND vs NZ: બુમરાહ-શમીએ કરાવી વાપસી, 235માં કીવી ઓલઆઉટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
india vs new zealand test: virat kohli says batsman responsible for loosing test series
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X