કોલકાતા ટેસ્ટ: ન્યુઝીલેન્ડને ભારતે 178 રને હરાવ્યું

Posted By:
Subscribe to Oneindia News

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ. આ ટેસ્ટના ચોથા દિવસે ભારત પાકિસ્તાનને પછાડીને ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાનમાં આવી ગયું છે. સવારે ટીમ ઇન્ડિયાએ 263 રન માર્યા હતા. ન્યુઝીલેન્ડને મેચ જીતવા માટે 376 રન બનાવવાના હતા.

376 રનના લક્ષ્યનો પીછો કરતી ન્યુઝીલેન્ડની ટીમ 197 રનમાં જ સમેટાઈ ગયી. ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સામીએ 3 વિકેટ લીધી અને ભારતને જીત અપાવી. ભારતે આ ટેસ્ટ મેચ ખાલી 4 દિવસમાં જ પુરી કરી નાખી.

team india

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ પહેલા ભારત ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાન પર હતું. પરંતુ ન્યુઝીલેન્ડ સામેની શાનદાર જીત પછી ભારત ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાન પર આવી ચૂક્યું છે.

English summary
Kolkata: india vs newzealand 2nd test 4th day live score and updates.
Please Wait while comments are loading...