બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી ભારત બન્યું વિશ્વ વિજેતા

Written By:
Subscribe to Oneindia News

ટી-20 બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ભારતપાકિસ્તાન ને 9 વિકેટથી હરાવી વર્લ્ડ કપ પોતાને નામ કરી લીધો છે. બેંગ્લુરૂના ચિન્નાસ્વામી મેદાનમાં ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં પાકિસ્તાનને ફાઇનલ મેચમાં 9 વિકેટથી માત આપી હતી.

blind cricket t-20

પાકિસ્તાને ભારતને 198 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને ભારતે માત્ર 17.2 ઓવરમાં આ લક્ષ્ય પાર કરવામાં સફળતા મેળવી અને માત્ર એક જ વિકેટ ગુમાવી. ભારતે કોઇ અડચણ વિના પાકિસ્તાનને માત આપી વર્લ્ડ કપ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્લ્ડ કપની પેહલી મેચમાં પણ ભારતે પાકિસ્તાનને માત આપી હતી.

અહીં વાંચો - ચેતેશ્વર પુજારાના રેકોર્ડ બ્રેક પછી તેના પરિવાર કહ્યું આ...

પાકિસ્તાન અને ભારતની આ શ્રૃંખલા દરમિયાન ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરી ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શ્રૃંખલામાં પાકિસ્તાને પોતાની તમામ લીગ મેચમાં જીત મેળવી, માત્ર એક જ લીગ મેચમાં તેણે ભારત સામે હારવાનો વારો આવ્યો. પાકિસ્તાને ઇંગ્લેન્ડને 147 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ મેચમાં પાકિસ્તાને શાનદાર બેટિંગ કરતાં 20 ઓવરમાં 309 રન બનાવ્યા હતા. તો બીજી બાજુ ભારતે શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

English summary
India win Blind Twenty20 World Cup, beating Pakistan in the final.India beats Pakistan in final by 9 wickets.
Please Wait while comments are loading...