
Suryakumar Yadav : વર્ષ 2022નો બાદશાહ બન્યો આ ભારતીય ક્રિકેટર, તોડ્યા અનેક રેકોર્ડ
Suryakumar Yadav : ડિસેમ્બર શરૂ થતાની સાથે જ 2022ની વિદાય અને 2023ના સ્વાગતની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ વર્ષ આપણા માટે મધ્યમ રહ્યું એમ કહી શકાય. જોકે, 2022 ક્રિકેટ ચાહકો માટે કંઇ ખાસ રહ્યું નથી. ટીમ ઈન્ડિયાને 2022માં એશિયા કપ તેમજ T20 વર્લ્ડ કપ 2022 જેવી મોટી ટુર્નામેન્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વર્ષ ભારતીય ક્રિકેટના એક સ્ટાર ખેલાડી માટે ઘણુ જ સારૂ રહ્યું છે. તેણે આ વર્ષે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે.
સૂર્યકુમાર યાદવ વર્ષ 2022માં ટી20 ક્રિકેટમાં સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. આ વર્ષે તેણે 31 ઇનિંગ્સમાં 46.56 ની એવરેજ અને 187.43 ની સ્ટ્રાઇક રેટથી 1,164 રન બનાવ્યા છે. આ સાથે આ વર્ષે તેણે 9 અડધી સદી અને 2 સદી પણ ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવ આ વર્ષે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રહ્યો છે. આ સાથે તેણે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાવાળો બેટ્સમેન પણ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયે ટી20 ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન પણ છે.
સૂર્યકુમાર યાદવે તાજેતરમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન સદી ફટકારી હતી. સૂર્યકુમારે શ્રેણીની બીજી ટી20 મેચમાં 51 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડમાં આવું કરનારો તે પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.
એક વર્ષમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચ બનવાના મામલે સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીને પણ પછાડી દીધો છે. કોહલી 2016માં 6
વખત મેન ઓફ ધ મેચ બન્યો હતો, જ્યારે સૂર્યકુમાર આ વર્ષે 7 વખત મેન ઓફ ધ મેચ બનવામાં સફળ રહ્યો હતો.
સૂર્યકુમાર યાદવ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ બન્યો છે. સૂર્યકુમારે આ વર્ષે કુલ 68 સિક્સર ફટકારી છે. આ પહેલા આ રેકોર્ડ મોહમ્મદ વસીમના નામે હતો. તેણે એક કેલેન્ડર વર્ષમાં 43 સિક્સર ફટકારી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો