પૂર્વ ટેસ્ટ ક્રિકેટ અમ્પાયર એસ.આર.રામચંદ્ર રાવનું નિધન

Written By:
Subscribe to Oneindia News

પૂર્વ ટેસ્ટ ક્રિકેટ અમ્પાયર એસ.આર.રામચંદ્ર રાવનું 81 વર્ષની ઉંમરે નિધન થયું હતું. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને સોમવારે જાહેર કરેલા નિવેદનમાં શ્રી રામચંદ્ર રાવના અચાનક થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. એ.આર. રામચંદ્ર રાવનો જન્મ 16 સપ્ટેમ્બર, 1931ના રોજ થયો હતો. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના અમ્પાયરિંગની શરૂઆત રણજી ટ્રોફીથી કરી હતી. નવેમ્બર, 1975માં અલીગઢમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાયેલી મેચથી તેમણે ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેમણે 20 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોમાં અમ્પાયરિંગ કરી હતી.

ramchandra rao

તેમની અમ્પાયરિંગની સૌથી યાદગાર મેચ હતી, માર્ચ, 1987માં રમાયેલ ભારત અને પાકિસ્તાનની મેચ. આ મેચ અમદાવાદમાં રમાઇ હતી. આ મેચમાં સુનીલ ગાવસ્કરે 10,000 રન પૂરા કર્યા હતા અને આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યા હતા.

sunil gavskar

રામચંદ્ર રાવે ત્રણ વનડે ઇન્ટરનેશનલ મેચમાં પણ અમ્પાયરની ભૂમિકા ભજવી હતી. માર્ચ, 1987માં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ પૂનાના વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેમણે છેલ્લી વાર અમ્પારિંગ કર્યું હતું.

English summary
Indian former cricket umpire S.R.Ramchandra Rao died at the age of 81.
Please Wait while comments are loading...