For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INDvsENG: ભારતીય ટીમ સિરિઝ પહેલા કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ શકે છે

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોરોનાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંભાવના છે કે ભારતીય ટીમ સિરિઝ પહેલા કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોરોનાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંભાવના છે કે ભારતીય ટીમ સિરિઝ પહેલા કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ શકે છે. બીસીસીઆઈએ પણ જણાવ્યુ છે કે જો ECB કાર્યક્રમમાં ફેરફાર કરવાનું કહે અથવા નવો પ્રોટોકોલ આપે તો તેનું પાલન કરીશું. ભારતીય ટીમ 9 જૂલાઈએ બીજો ડોઝ લઈ શકે છે.

cricket

ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડી પોઝિટિવ આવ્યા પછી બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડની ટીમના 3 ખેલાડી અને સ્ટાફ સહિત 7 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેને લઈને પાકિસ્તાન સામેની સિરીઝ માટે આખી ટીમ બદલવાનો નિર્ણય લીધો હતો. BCCIએ કહ્યું કે ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટ કોરોના અંગે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી રૂબરૂ છે. જો ECB અમને કાર્યક્રમમાં ફેરફાર કરવાનું કહેશે અથવા નવા પ્રોટોકોલ આપશે તો અમે તેનું પાલન કરીશું. અત્યારે તો ટાઇમ ટેબલમાં ફેરફાર કરાશે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી ભારતીય ખેલાડીઓ 20 દિવસની રજા પર છે અને રજા પહેલા જે શિડ્યૂલ હતું તેને જ ફોલો કરવાનું રહેશે.

ટીમના મોટાભાગના ખેલાડીઓ હાલ લંડન અથવા એની આસ-પાસના વિસ્તારોમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીએ કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. હવે તેઓ બીજો ડોઝ લેશે. ભારતીય ટીમના ખેલાડીઓ 14 જુલાઈએ લંડનમાં એકત્રિત થશે. અહીંથી તે 2 સપ્તાહ માટે ડરહમ જશે અને ત્યાં ટ્રેનિંગ તેમજ કાઉન્ટી-11 સામે પ્રેક્ટિસ મેચ રમશે. લંડનમાં ભેગા થયા બાદ દરેક ખેલાડીનો કોરોના ટેસ્ટ થશે. ત્યારબાદ બાયોબબલમાં સામેલ થઈ જશે.

ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પહેલી મેચ 4 ઓગસ્ટે નૉટિંઘમમાં શરૂ થશે. ભારતને તે પહેલા ઈંગ્લેન્ડમાં સતત 3 ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The Indian team can take a second dose of Corona vaccine before the series
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X