For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INDW vs BANW: આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાના 5000 રન પૂરા

INDW vs BANW: આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાના 5000 રન પૂરા

|
Google Oneindia Gujarati News

મંગળવારે 22 માર્ચના રોજ ન્યૂઝિલેન્ડ ખાતે ભારત અને બાંગ્લાદેશ મહિલા ટીમ વચ્ચે વર્લ્ડ કપનો જંગ જામ્યો હતો. જેમાં ભારતે મેચ જીતી સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની ઉમ્મીદો યથાવત રાખી છે. ભારતીય ટમે 110 રનના વિશાળ અંતરે જીત નોંધાવી છે. ઓપનર સ્મૃતિ મંધાનાએ મેચમાં ભારતને સારી શરૂઆત અપાવી અને પોતાના નામે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો. પહેલાં બેટિંગ કરતાં સ્મૃતિ મંધાના અને શૈફાલી વર્માએ પહેલી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી. આ દરમિયાન સ્મૃતિ મંધાનાએ 51 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા જ્યારે શેફાલીએ 42 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 42 રનની ઈનિંગ રમી.

Smriti Mandhana

મંધાનાએ પોતાની આ ઈનિંગમાં પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન પૂરા કરી લીધા છે. મિતાલી રાજ અને હરમનપ્રીત કૌર બાદ સ્મૃતિ મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રનનો સ્કોર બનાવનાર ત્રીજી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. મંધાનાએ અત્યાર સુધી 70 વનડેમાં 2717 રન અને 4 ટેસ્ટમાં 325 રન બનાવ્યા છે. જેમણે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 84 મેચ રમી છે અને 1971 રન બનાવ્યા છે. મંધાનાએ વનડે ક્રિકેટમાં પાંચ સદી અને ટેસ્ટ ક્રિકેટમાં એક સદી બનાવી, જ્યારે ટી20 ક્રિકેટમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 86 છે.

આ ઉપરાંત આઇસીસી મહિલા વર્લ્ડ કપ 2022માં મંધાનાનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 6 મેચ રમી છે અને મંધાના અત્યાર સુધી 250થી વધુ રન બનાવી ચૂકી છે. આ દરમિયાન તેમણે 123 રનની સર્વશ્રેષ્ઠ ઈનિંગ પણ રમી છે. મેચની વાત કરીએ તો બાંગ્લાદેશ સામે ભારતે પહેલાં બેટિંગ કરતાં 7 વિકેટના નુકસાન પર 229 રન બનાવ્યા, જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 119 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
INDW vs BANW: Smriti Mandhana reached milestone of 5000 run in ODI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X