આઇપીએલ 11: તમન્ના ભાટિયા લગાવશે ડાન્સનો તડકો, મળ્યા 50 લાખ

Posted By:
Subscribe to Oneindia News

આજે સાંજે આઇપીએલ સીઝન 11 શરૂ થઇ રહી છે. આજે સાંજે મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટ અને ગ્લેમરનો સંગમ થશે. આઇપીએલ 11 ઓપનિંગ સેરેમનીમાં ઘણા બોલિવૂડ સ્ટાર ડાન્સનો તડકો લગાવી રહ્યા છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહને ઇજા થઇ હોવાને કારણે તેઓ પરફોર્મ નહીં કરી શકે. પરંતુ બોલિવૂડ સ્ટાર રિતિક રોશન, જેકલીન ફર્નાન્ડિઝ અને તમન્ના ભાટિયા આજે આઇપીએલ ઓપનિંગ સેરેમનીમાં ડાન્સનો જોરદાર તડકો લગાવશે. તમન્ના ભાટિયા ઘ્વારા પોતાના પરફોર્મન્સ માટે તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.

તમન્ના ભાટિયાએ શરૂ કરી આઇપીએલ તૈયારી

તમન્ના ભાટિયાએ શરૂ કરી આઇપીએલ તૈયારી

અભિનેત્રી તમન્ના ભાટિયા આઇપીએલ સીઝન 11 માં પરફોર્મ કરવા જઈ રહી છે. તમન્ના ભાટિયા ઘ્વારા પોતાના પરફોર્મન્સ માટે તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. મળતી ખબર અનુસાર તમન્ના ભાટિયા આઇપીએલ 11 સેરેમનીમાં 5 મિનિટ ડાન્સ પરફોર્મન્સ આપશે અને તેના બદલામાં તેને સારી એવી રકમ વસૂલી છે.

આઇપીએલ સીઝન 11 ઓપનિંગ સેરેમની ધમાકેદાર હશે

આઇપીએલ સીઝન 11 ઓપનિંગ સેરેમની ધમાકેદાર હશે

ખબર અનુસાર તમન્ના ભાટિયા આઇપીએલ 11 સેરેમનીમાં 5 મિનિટ ડાન્સ પરફોર્મન્સ માટે 50 લાખ રૂપિયા લીધા છે. તે પહેલી સાઉથ અભિનેત્રી છે જે આઇપીએલ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરી રહી છે. તેના સિવાય રિતિક રોશન અને જેકલીન ફર્નાન્ડિઝ પણ પરફોર્મ કરશે. આ પહેલા અભિનેતા રણવીર સિંહ અને પરિણીતી ચોપરા પણ પરફોર્મ કરવાના હતા પરંતુ છેલ્લે તેમને પોતાનું નામ પાછું ખેંચી લીધું.

જીતવા માટે લડશે 8 ટીમો

જીતવા માટે લડશે 8 ટીમો

આઇપીએલ સીઝન 11 માં ટોટલ 8 ટીમ ભાગ લેશે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ બે વર્ષ પછી ફરી આવી રહી છે. આઇપીએલ સીઝન 11 પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2018 actress tamannaah bhatia is charging 50 lakhs performance in ipl season 11

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.