IPL: ગંભીરે દિલ્હીની કપ્તાની છોડી, શ્રેયસ ઐયર બન્યા નવા કેપ્ટન
વારંવાર મેચ હારી રહેલા દિલ્હી ડેરડેવિલ ટીમના કેપ્ટન ગૌતમ ગંભીરે કપ્તાની છોડી દીધી છે. હવે દિલ્હી ડેરડેવિલ ટીમની કમાન યુવા ખેલાડી શ્રેયસ ઐયર ને સોંપવામાં આવી છે.
વારંવાર મેચ હારી રહેલા દિલ્હી ડેરડેવિલ ટીમના કેપ્ટન ગૌતમ ગંભીરે કપ્તાની છોડી દીધી છે. હવે દિલ્હી ડેરડેવિલ ટીમની કમાન યુવા ખેલાડી શ્રેયસ ઐયર ને સોંપવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે પોતાની કપ્તાનીમાં કોલકાતાને બે વાર ચેમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીર દિલ્હીને જીત અપાવી શકતા ના હતા. દિલ્હી આઇપીએલ 2018 દરમિયાન 6 મેચ રમી છે, જેમાં 5 મેચો તેઓ હારી ચુક્યા છે અને માત્ર એક મેચમાં જ જીતી શક્યા છે. ગંભીરનું પોતાનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું છે.

આઇપીએલ 2018 સીઝનમાં દિલ્હી ટીમે ગૌતમ ગંભીરને કેપ્ટન બનાવ્યો હતો. દિલ્હીના રહેનાર ગૌતમ ગંભીરને કોલકાતા નાઈટ રાઈડરે તેમના જ કહેવા પર રિલીઝ કર્યા હતા. જેના કારણે જાન્યુઆરી અંતમાં થયેલી નીલામી માં દિલ્હી ટીમે ગંભીરને 2.8 કરોડમાં ખરીદ્યો હતો. ગૌતમ ગંભીર ની કપ્તાનીમાં દિલ્હી ટીમ નવા જોશ સાથે આઇપીએલ ખિતાબ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરી હતી. પરંતુ અત્યારસુધી તેમને ખાલી હાર જ મળી છે.
દિલ્હી ડેરડેવિલ ઓફિશ્યિલ ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપવામાં આવી છે કે ગૌતમ ગંભીર કપ્તાની છોડી રહ્યા છે અને તેમને કેપ્ટન માટે શ્રેયસ ઐયર ને નોમિનેટ કર્યા છે. ડીડી ઘ્વારા ટવિટ કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે કે ગૌતમ ગંભીર કપ્તાની છોડી રહ્યા છે અને આ નિર્ણય તેમનો પોતાનો છે. એક ફ્રેંચાઈઝી રૂપે અમે તેમના નિર્ણયને સલામ કરીયે છે.
Dear #DD fans we would like to share @GautamGambhir has chosen to step down as a captain for @DelhiDaredevils a decision taken by him only. We as a franchise salute this courageous call of his, a first in India cricket! A true #dilliwala #Legendary
— Delhi Daredevils (@DelhiDaredevils) April 25, 2018
Dear DD fans continuing on our last tweet @GautamGambhir nominated #ShreyasIyer as the next @DelhiDaredevils captain! #VIVOIPL #DilDilli #DilliDhadkega
— Delhi Daredevils (@DelhiDaredevils) April 25, 2018
Dear All continuing where, I left yesterday this decision by @GautamGambhir to step down as #Captain for betterment of the team is legendary. Only the brave can take call like this! Deserves full respect for this decision a first in #India cricket. #TeambeforeIndividual #Respect
— Hemant Dua (@inspiranti) April 25, 2018
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
