For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2019: કેટલી મજબૂત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જાણો એક ક્લિકમાં

IPL 2019: કેટલી મજબૂત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હજુ સુધી એખવાર પણ આઈપીએલનો ખિતાબ નથી જીતી શકી. વિરાટ કોહલીની કેપ્ટનશી વાળી આ ટીમના રેકોર્ડ પર નજર નાખીએ તો 11 સીઝનમાંથી માત્ર 5 સિઝનમાં બોંગ્લેર પ્લેઑફ સુધી પહોંચી શક્યું છે. એવું નથી કે તેમને ખતાબ જીતવાનો મોકો નથી મળ્યો, પરંતુ આ ટીમ જીતથી ચૂકી ગઈ. વર્ષ 2009, 2011 અને 2016માં બોંગ્લેરે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

શું છે બેંગ્લોરની તાકાત

શું છે બેંગ્લોરની તાકાત

બેંગ્લોર ટીમ પાછલી સિઝનના પ્રારંભમાં ખરાબ શરૂઆત કરી હતી પરંતુ અંતિમ સમયની કેટલીક મેચ જીતીને પ્લેઑફમાં પહોંચવાની ઉમ્મીદ જતાવી હતી. જો કે આ ટીમ 12 અંક સાથે છઠ્ઠા સ્થાન પર રહી ગઈ. પરંતુ આ વખતે બેંગ્લોર પાસે અમુક એવા ખેલાડી છે જે પાછલી ટીમથુ વધુ મજબૂત જણાય છે. બેંગ્લોરની તાકાત તેમના કેપ્ટન વિરાટ કોહલી, એબીડી, શિમરોન હેટમાયર અને પાર્થિવ પટેલ છે. જો આ ચારેયમાંથી કોઈ એક બેટિંગ કરી જાય તો મેચની બાજી પલટી શકે છે. કેરેબિયાઈ બેટ્સમેન હેતમેયર હાલ ફોર્મમાં પણ છે.

બોલિંગ વિભાગ પણ મજબૂત

બોલિંગ વિભાગ પણ મજબૂત

જો બોલિંગ વિભાગ પર નજર નાખીએ તો યુઝવેન્દ્ર ચહલ, મોઈન અલી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, કુલ્ટર નાઈલ, ટિમ સાઉદી ટીમ માટે મહત્વના સાબિત થઈ શકે છે. ચહલનું પ્રદર્શન સતત સારું થતું જઈ રહ્યું છે. 2015થી ચહલ હંમેશા બેંગ્લોર માટે મહત્વનો સાબિત થયો છે. પાછલી સિઝનમાં તેણે 12 વિકેટ ખેરવી હતી. અત્યાર સુધીની 70 મેચમાં ચહલ 82 વિકેટ ખેરવી ચૂક્યો છે.

ઓલરાઉન્ડર્સ ખતરનાક

ઓલરાઉન્ડર્સ ખતરનાક

મનદીપ સિંહની જગ્યાએ માર્કસ સ્ટોઈનિસ જેવા ધાંસૂ ઓસ્ટ્રેલિયાઈ ઑલરાઉન્ડરની પણ ટીમમાં એન્ટ્રી થઈ છે. આ ખેલાડી બેટ અને બોલ બંનેમાં જોરદાર પરફોર્મન્સ આપી ટીમને રાહત આપવાનું કામ કરી શકે છે. આ વખતેની હરાજીમાં આરસીબીએ ઓલરાઉન્ડર્સ તરફ વધુ ધ્યાન આપ્યું જે અંતિમ ઓવર્સમાં ગેમ ચેન્જર સાબિત થઈ જાય છે. કોલિન ડી ગ્રેન્ડહોમ, પવન નેગી, મોઈન અલી, વૉશિંગ્ટનને મિડલ ઓર્ડરને ધ્યાનમાં રાખી પસંદ કરવામાં આવ્યા છે. શિવમ દુબે પર પણ ટીમે 5 કરોડ જેટલી ભારે રકમ ખર્ચ કરી છે.

આ છે ટીમની કમજોરી

આ છે ટીમની કમજોરી

આ ટીમમાં જે હંમેશા કમજોર દેખાયું હોય તો તે છે મીડલ ઓર્ડર. બેંગ્લોરે કેટલીય મેચ આ કારણે ગુમાવવી પડી છે. કોહલી-ડીવિલિયર્સ જો જલદી આઉટ થઈ જાય છે તો તેમનો મિડલ ઓર્ડર વધુ સમય સુધી ક્રિઝ પર નથી ટકી શકતો. પાછલી સિઝનમાં મનદીપ સિંહ, કોરી એન્ડરસન પર મિડલ ઓર્ડર સંભાળવાની જવાબદારી હતી પરંતુ આ બંને બેટ્સમેન ફ્લોપ સાબિત થયા જેની કિંમત બેંગ્લોરે છઠ્ઠા નંબર પર રહીને ચૂકવવી પડી. ઠીક, આ વખતે હિતમેટર અને શિવમ દૂબેથી ટીમને અપેક્ષાઓ છે.

આ છે બેંગ્લોરની બેસ્ટ 11

આ છે બેંગ્લોરની બેસ્ટ 11

પાર્થિવ પટેલ, માર્કસ સ્ટોઈનિસ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિમરોન હેટમેયર, શિવમ દૂબે, નાથન કૂલ્ટર નાઈલ, વૉશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાઝ

બેંગ્લોરની સ્ક્વૉડ-

વિરાટ કોહલી, ચહલ, સુંદર, પાર્થિવ પટેલ, પવન નેગી, મોહમ્મદ સિરાઝ, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલવંત ખજરૌલિયા, મિલિંદ કુમાર, અક્ષદીપ નાથ, એબીડી, નાથન કુલ્ટર નાઈલ, મોઈન અલી, કૉલિન ડી ગ્રેન્ડહોમ, ટિમ સાઉથી, શિવમ દુબે, શિમરોન હેતમેયર, હેનરિક ક્લાસન, દેવદત્ત પડિકલ, ગુરકીરત સિંહ દેવદત્ત પડિકલ, હિંમત સિંહ, પ્રયાસ રે વર્મન.

શ્રેયસ અય્યરે સિલેક્ટર્સ પર સાધ્યું નિશાન, કહ્યું- ટીમમાં મારાથી સારો ખેલાડી નથીશ્રેયસ અય્યરે સિલેક્ટર્સ પર સાધ્યું નિશાન, કહ્યું- ટીમમાં મારાથી સારો ખેલાડી નથી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2019: How much rcb is stronger
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X