RCB Vs SRH: પ્લેઑફમાં પહોંચવા માટે હૈદરાબાદ પાસે છેલ્લી મેચ

RCB Vs SRH: પ્લેઑફમાં પહોંચવા માટે હૈદરાબાદ પાસે છેલ્લી મેચ

નવી દિલ્હીઃ શનિવારે બે ટીમ પોતાની અંતિમ લીગ મેચ રમશે. જેમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ લીગ સ્ટેજની સાથે જ ટૂર્નામેન્ટનો પણ અંત થઈ જશે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ જીતવાની સાથે જ મહત્વના 2 અંક મેળવવા માટે મેદાની જંગ લડશે. હૈદરાબાદ અત્યાર સુધીમાં રમાયે 13 મેચમાંથી 7 જીતી 12 અંક મેળવી શક્યું છે, ત્યારે હૈદરાબાદ પાસે પ્લેઑફમાં પહોંચવા માટે આ અંતિમ મુકાબલો છે.

હૈદરાબાદની છે આ મુશ્કેલી

હૈદરાબાદની છે આ મુશ્કેલી

ડેવિડ વોર્નર અને જૉની બેયરસ્ટો વિના છેલ્લી મેચમાં હૈદરાબાદની બેટિંગ કમજોર પડતી દેખાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સને પહેલી ઈનિંગમાં માત્ર 162 રનમાં રોકી લીધી હતી અને છતાં હૈદરાબાદ જીત હાંસલ ન કરી શક્યું. જો કે ત્રીજા નંબર પર મનિષ પાંડેએ ટીમ માટે સાો સ્કોર કર્યો હતો. રૉયલ ચેલેન્જર્સની વાત કરીએ તો આરસીબીને માર્ક્સ સ્ટોઈનિસની સેવા નહિ મળી શકે. તે વિશ્વકપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા કેમ્પમાં પરત ફરી ચૂક્યો છે.

શિરમોન હેટમાયરની વાપસી

શિરમોન હેટમાયરની વાપસી

એવામાં શિરમોન હેટમાયરની વાપસી જોવા મળી શકે છે. આ ઉપરાંત ટીમ પાસે ટીમ સાઉદી અને કોલિન ડિ ગ્રેન્ડહોમને પણ પરત બોલાવવાનો વિકલ્પ રહેશે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે બિલી સ્ટેનલેક આ સિઝનમાં એક પણ મેચ નથી રમી શક્યો અને હવે આટલા મહત્વપૂર્ણ મેચમાં તેને રમાડવાનું જોખમ ન લઈ શકાય. જો કે પિચની હાલાતના હિસાબે સંદીપ શર્માની ટીમમાં જરૂર વાપસી થઈ શકે છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

સંભવિત પ્લેઈંગ ઈલેવન

RCB- પાર્થિવ પટેલ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિમરોન હેટમાયર/કૉલિન ડી ગ્રેન્ડહોમ, હેનરિક ક્લાસેન, ગુરકીરત સિંહ માન, પવન નેગી, વૉશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ

SRH- માર્ટિન ગુપ્ટિલ, રિદ્ધિમાન સાહા, મનીષ પાંડે, કેન વિલિયમસન, વિજય શંકર, મોહમ્મદ નબી, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, ખલીલ અહમદ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X