For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2019: અશ્વિનની 'ગંદી હરકત' પર શેન વોર્નને આવ્યો ગુસ્સો

IPL 2019: અશ્વિનની 'ગંદી હરકત' પર શેન વોર્નને આવ્યો ગુસ્સો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 25 માર્ચે રાજસ્થાન રૉયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલ મેચમાં અશ્વિન અને બટલર વચ્ચે જે થયું તેણે આ સિઝનની સૌથી મોટો વિવાદ સર્જી દીધો. આ મેચમાં રાજસ્થાનની બેલિંગ દરમિયાન અશ્વિને બોલિંગ કરતી વખતે બટલરને મૈનકેડિંગ (Mankading) કરી દીધો હતો. જણાવી દઈએ કે મૈનકેડિંગ આઉટ થવાની એ રીત છે જેમાં બોલર કોઈ નૉન સ્ટ્રાઈકર બેટ્સમેનને બોલિંગ કરતી વખતે આઉટ કરી શકે છે જો બેટ્સમેન ક્રીઝ છોડી ચૂક્યો હોય તો.

બટલરને આઉટ કરી વિલન બન્યા અશ્વિન

બટલરને આઉટ કરી વિલન બન્યા અશ્વિન

ઠીક આ જ મામલો અશ્વિન અને બટલર વચ્ચે ત્યારે જોવા મળ્યો જ્યારે કિંગ્સ ઈલેવનના કેપ્ટન આર અશ્વિને 185 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ રાજસ્થાન ટીમના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરને મેચની 13મી ઓવરમાં નોન સ્ટ્રાઈક એન્ડ પર ક્રીઝથી બહાર જતો જોયો. ત્યારે તેણે બોલ ફેંકવાને બદલે નોનસ્ટ્રાઈક પર વિકેટ ખેરવી. અમ્પાયરે અપીલ કર્યા બાદ બટલરને ક્રીઝથી બહાર હોવાથી આઉટ આપી દીધો. બટલર તે સમયે 43 બોલમાં 69 રન બનાવી ચૂક્યો હતો.

'એક માણસ તરકે પણ અશ્વિન તમે મને નિરાશ કર્યો'

'એક માણસ તરકે પણ અશ્વિન તમે મને નિરાશ કર્યો'

આ ભલે ક્રિકેટના નિયમો અંતર્ગત થયું હોય પણ મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓ અને નિષ્ણાંતોનું માનવું છે કે આ ખેલ ભાવનાની વિપરીત થયું છે. અશ્વિને ઓછામાં ઓછી બટલરને એક ચેતવણી તો આપવી જોઈતી હતી. એ વખતે અશ્વીનની ભારે આલોચના થઈ. રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર શેન વોર્ને પણ ભારે તીખી આલોચના કરી છે. વોર્ને પોતાના ટ્વીટર હેન્ડલ પર અશ્વિનના આ કારનામાની ધજ્જીયાં ઉડાતાં લખ્યું કે- કેપ્ટન અને માણસાઈ તરીકે અશ્વિનથી ભારે નિરાશ છું. આઈપીએલના બધા કેપ્ટનોમાં ખેલ ભાવના અંતર્ગત રમવાને લઈને સહમતિ છે.

આ હલકી હરકત બદલ યાદ રહેશો

વોર્ને આગળ કહ્યું કે તમે જ નક્કી કરતા હોવ છો કે ટીમ કેવી રીતે રમવી જોઈએ અને કઈ વાતો માટે યાદ રહેવી જોઈએ. મિસ્ટર અશ્વિન તમે તમારી એક હલકી હરકત માટે પણ યાદ રહેશો. વોર્ને સ્પષ્ટ રીતે આને ખેલ ભાવનાથી વિપરીત ગણાવ્યું. તેમણે એમ પણ ઉદાહરણ આપ્યું કે જો કોહલી સાથે બેન સ્ટોક્સ આવું કરત તો શું તે ઠીક હોત? વોર્ને કહ્યું કે- અશ્વીનથી હું ભારે નિરાશ છું કેમ કે હું અશ્વિનને એક ક્લાસ વાળો ખેલાડી ગણતો હતો. કિંગ્સ ઈલેવન આ રાત્રે પોતાના ઘણાબધા સમર્થક ગુમાવી દેશે. અપેક્ષા રાખું છું કે બીસીસીઆઈ આ મામલે કંઈક કરે.

KXIP Vs RR: ઘરેલૂ હાલાતોમાં દમદાર જણાઈ રહી છે રાજસ્થાન રોKXIP Vs RR: ઘરેલૂ હાલાતોમાં દમદાર જણાઈ રહી છે રાજસ્થાન રો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2019: Shane Warne gets angry on Ashwin's "dirty hitch"
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X