For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદે કરી સ્પષ્ટતા, કોણ હશે ટીમનો કેપ્ટન

IPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદે કરી સ્પષ્ટતા, કોણ હશે કેપ્ટન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે બે એવા મોટા ખેલાડીઓ છે જે કપ્તનીના પ્રબળ દાવેદારોમાં સામેલ છે. એક બાજુ જ્યાં બોલ ટેન્પરિંગ કાન્ડ બાદ વાપસી કરી રહેલ ધુરંધર કંગારૂ બેટ્સમેન ડેવિડ વોર્નર છે તો બીજી બાજુ હાલના સમયના સૌથી મહાન બેટ્સમેનમાં સામેલ ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન છે. એવામાં હૈદરાબાદ સામે આ સમસ્યા હતી કે આખરે કેપ્ટન કોને બનાવવા.

ipl 2019

પરંતુ હવે તે સવાલ પણ ઉકેલાઈ ગયો છે અને તેનો જવાબ ખુદ ટીમના મેન્ટર વીવીએસ લક્ષ્મણે આપ્યો છે. લક્ષ્મણે કહ્યું કે તેઓ વિસ્ફોટક બેટ્સમેન વોર્નરના આવવાથી ભારે ખુશ છે અને તેમનું માનવું છે કે વોર્નરની નેતૃત્વ ક્ષમતાના અનુભવથી ટીમને ફાયદો થશે. આ દરમિયાન લક્ષ્મણે સ્પષ્ટ કર્યું કે કેન વિલિયમસન ફરી એકવાર ટીમની આગેવાની કરશે, જ્યારે વોર્નરના સૂચન ટીમના સભ્યો માટે મહત્વના છે.

લક્ષ્મણે કહ્યું કે વોર્નર એક વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે જે અમારા માટે ગર્વની વાત છે કે અમે તેમને પરત મેળવી શક્યા. આ ઉપરાંત ટીમના કોચ ટૉમ મૂડીએ કીવી કેપ્ટન કેન વિલિયમસનને કેપ્ટન નિયુક્ત કરવા વિશે વાત કરતા જણાવ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે વિલિયમસન બધા જ ફોર્મેટના શાનદાર ખેલાડી છે. તેમણે પાછલા વર્ષે એક કેપ્ટન અને ઓપનર બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મોકા પર ટીમના બોલર કોચ મુથૈયા મુરલીધરન પણ હાજર હતા જેમણે પોતાની ટીમની બોલિંગને સૌથી મજબૂત માનતા જણાવ્યું કે ભુવનેશ્વર કુમાર જેવા બોલર્સ હોવા છતાં અમને બોલિંગમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી જણાવી.

આ પણ વાંચો- IPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2019: sunrisers hyderabad is clear about who will be captain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X