• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોશિયલ મીડિયા પર હીરો બનવાથી દુખી છે RCB ફૅન ગર્લ, જાણો કારણ

|

21મી સદીમાં સોશિયલ મીડિયા એક એવું વરદાન છે, જે ગુમનામ વ્યક્તિને એક પળમાં ઝીરોથી હીરો બનાવી દે છે. રવિવારે આઈપીએલ પૂરી થઈ ગઈ. આ આઈપીએલને અશ્વિનના માંકડિંગ, નો બોલ પર ધોનીનો વિરોધ, મલિંગાના છેલ્લા બોલને નો બોલ આપવા પર કોહલીના ગુસ્સા, સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ દરમિયાન દિનેશ કાર્તિકનું હોટ ચેટ, શ્રેયશ ઐય્યરના દીપ હુડાના રનઆઉટ બાદની દરિયાદિલી, કેપ્ટન તરીકે સ્ટીવ સ્મિથનું એવરેજ પ્રદર્શન, રોહિત શર્માની ચોથી વાર ટ્રોફી જીતવા માટે યાદ કરવામાં આવશે. સાથે જ આઈપીએલ 2019 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફેન ગર્લ માટે પણ ચર્ચામાં રહ્યું છે. આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં ક્યારેક જ એવું થયું હશે, જ્યારે લીગમાં વિવાદ ન થયો હોય અને તેને કોઈ વિચિત્ર કારણથી યાદ ન કરાઈ હોય. હવે લોકો સોશિયલ મીડિયા પર આ ફૅન ગર્લને શોધીને તેને સતત ફોલો કરી રહ્યા છે. કેટલાક લોકો અપશબ્દો કહી રહ્યા છે, તો કેટલાક વખાણ કરી રહ્યા છે. The RCB Girl તરીકે અથવા ફૅન ગર્લ તરીકે ફેમસ થયેલી આ ફેન કોણ છે, તેનું નામ શું છે, તે શું કરે છે. આ ફેન ગર્લે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની કહાની જણાવી છે. અને એ પણ ખુલાસો કર્યો છે કે કેટલીક પળોના વીડિયોએ તેની જિંદગી કેટલી બદલી નાખી. હવે તેને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

RCBની ફૅન ગર્લનું નામ છે દીપિકા ઘોષ

RCBની ફૅન ગર્લનું નામ છે દીપિકા ઘોષ

4 મેના રોજ બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં કેમેરામેનનો કેમેરો અચાનક એક છોકરી પર ગયો. મેદાનમાં તે છોકરી પોતાની ટીમ RCBને સપોર્ટ કરવા પહોંચી હતી. અને તે હાથમા RCBનો ફ્લેગ લઈને ટીમને ચિયર કરી રહી હતી. બસ કેટલાક કલાકોમાં જ આ સામાન્ય છોકરી વિરાટ કોહલીની ટીમની ફૅનગર્લ બની ગઈ. લોકો તેના ફોટોઝ અને વીડિયો ક્લિપસ્ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા. તે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગી. આ વાતને સોશિયલ મીડિયાની ખૂબી કહો કે ખામી પરંતુ ભારતીય યુઝર્સ કોઈ સામાન્ય વ્યક્તિને સેલિબ્રિટી બનાવવામાં અવ્વલ છે. આંખ મારનારી યુવતી પ્રિયા પ્રકાશની આયોજનબદ્ધ પોસ્ટ કરેલો વીડિયો હોય કે ડબ્બૂ અંગલના ડાન્સનો વીડિયો. આ લાકો બસ કલાકોમાં ફેમસ થઈ ગયા. પરંતુ ફૅન ગર્લનો દાવો છે કે તેને ફેમસ નથી થવું. RCBની ફૅન ગર્લનું નામ દીપિકા ઘોષ છે. દીપિકા એક રેગ્યુલર ક્રિકેટ ફેન છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ ફીડમાં તેણે શાહરુખ ખાન, અર્જુન કપૂર, રણવીરસિંહ જેવા સ્ટાર્સ સાથે ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કર્યા છે. તેણે ખુદ ખુલાસો કર્યો કે વાઈરલ થયા બાદ તેને કેવા ત્રાસ અને માનસિક યાતનાનો અનુભવ થઈ રહ્યો છે.

'સેલિબ્રિટી નથી, સામાન્ય યુવતી છું'

'સેલિબ્રિટી નથી, સામાન્ય યુવતી છું'

દીપિકા ઘોષે આઈપીએલની ફાઈનલ મેચના દિવસે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શૅર કરીને પોતાની વાત જણાવી. તેણે કહ્યું,"મારું નામ દીપિકા ઘોષ છે, અને મારા વિશે કહેવાયેલી તમામ વાતોમાં માત્ર આ જ વાત 100 ટકા સાચી છે. શનિવારે RCBVSSRS મેચથી આની શરૂઆત થઈ. હું RCBની મેચ જોવા વર્ષોથી જઉં છું. RCBની મેચ જોવી અને ટીમને સપોર્ટ કરવો એ એક પારિવારિક પરંપરા બની ગઈ છે. હું જ્યારે ચોથી મેની મેચ જોવા ગઈ ત્યારે મેં કઈ જુદુ બનવાની કલ્પના નહોતી કરી. મને કોઈ ઓળખ કે એ વાતની જરા પણ જરૂર નહોતી કે મને કેમેરા પર દેખાડવામાં આવે. હું કોઈ સેલિબ્રિટી નથી. હું માત્ર સામાન્ય યુવતી છું, જે બસ મેચની મજા લઈ રહી હતી.''

IPL મેચ ટીવી પર જોવી ઉપલબ્ધિ નથી

IPL મેચ ટીવી પર જોવી ઉપલબ્ધિ નથી

દીપિકાએ પોતાના વિશે વાત કરતા આગળ લખ્યું છે,'મેં મેચ દરમિયાન એવું કશું નથી કર્યું જેને કારણે હું ટીવી પર આવું ન તો મને આ પ્રકારના અટેન્શનની જરૂર હતી. મારી પાસે ગર્વ કરવા માટે આનાથી વધુ મુદ્દાઓ છે. હું ભણેલી છું, મારા મિત્રો અને પરિવાર મને ખૂબ જ પ્રેમ કરે છે. મારમાં એવી ઘણી ટેલન્ટ છે. હું એક સ્ટાઈલિસ્ટ તરીકે ખૂબ જસારું કામ કરી રહી છું. આ ઉપરાંત હું એક ડાન્સરયટીચર અને આન્તરપ્રેન્યોર છું. મને એવું બિલકુલ નથી લાગતું કે એક મેચ દરમિયાન ટીવી પર દેખાવું એ કોઈ ઉપલબ્ધિ છે. માત્ર 3 મેની મેચના 10 દિવસ બાદ જ દીપિકાના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ જબરજસ્ત વધ્યા છે. અત્યાર સુધીમાં તેને 3 લાખ 41 હજાર લોક ોફોલો કરી ચૂક્યા છે. તો દીપિકાએ પોતે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં #theRCBgirl લખ્યું છે.

ત્રાસ અને પરેશાનીની હદ છે આ

ત્રાસ અને પરેશાનીની હદ છે આ

દીપિકાએ આગળ લખ્યું છે કે,'મને ઘણા લોકો પૂછે છે કે ફૅન ગર્લ મોમેન્ટ બાદ તારી લાઈફ કેટલી બદલાઈ છે. મારી જિંદગી બિલકુલ નથી બદલાઈ. હા, કંઈક બદલાયું છે તો મારા ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા. હું પણ એટલી જ આશ્ચર્ય ચકિત છું, જેટલા તમે. હું એક તરફ લોકોની લાગણીથી ખુશ છું બીજી તરફ ઉત્પીડન અને માનસિક ત્રાસની હદથી દુખી પણ છું. એક જ ઝટકામાં મારી ઓળખ પ્રાઈવસી અને લાફી હેક કરી લેવાઈ. મને એ વાતનું આશ્ચર્ય છે કે લોકોએ કેવી રીતે મારું નામ કે પ્રોફાઈલ શોધી લીધી.'

ફક્ત 'ફૅનગર્લ' નથી મારી ઓળખ

ફક્ત 'ફૅનગર્લ' નથી મારી ઓળખ

દીપિકાએ છેલ્લે કહ્યું છે કે કેવી રીતે તેને હેરાનગતિ થઈ છે. દીપિકાએ કહ્યું,'રાતોરાત જે મારા ફોલોઅર્સ વધ્યા તેમાં મોટા ભાગના પુરુષો છે અને તેઓ આ પ્લેટફોર્મ પર ખૂબ જ ખરાબ રીતે અપશબ્દો કહી રહ્યા છે, અપમાનિત કરી રહ્યા છે. તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે ઘણી મહિલાઓ પણ આ ઘટના બાદ મને ઘૃણાથી જોઈ રહી છે. કેટલી ઝડપથી મારા વિશે જાણ્યા વગર મને ગાળો અપાઈ રહી છે. હું પણ તમારામાંથી જએક છું. આ વિશ્વમાં એવી સ્ત્રીઓની જરૂર છે એકબીજાની પ્રશંસા કરે. મને એ વાત જાણીને ખૂબ દુખ થયું કે લોકોએ મને કેવી રીતે જજ કરી છે અને મારું અપમાન કર્યું. આ ખૂબ જ દુઃખદાયક હતું. મને ગાળ આપવાના બદલે લોકોએ મને સાંભળવાની કે જાણવાની કોશિશ ન કરી. ઉભા રહો અને વિચારો કે એક યુવતી તરીકે મને વણજોયું અટેન્શન મળ્યું અને તેના માટે મને જ જવાબદાર ઠેરવાઈ. ઘણા લોકએ પૂછ્યું કે તેઓ મને ફોલો કરે કે નહીં. તેમનો આ સવાલ યોગ્ય છે. હવે એવું થઈ ગયું છે કે હું કોઈ સારી ચીજ બદલવા ઈચ્છું છું. હા હું #theRCBfangirl છું પરંતુ તેના કરતા કંઈક વધું પણ છું.'

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2019 who is rcb fan girl deepika ghose know everything about her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more