For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આ વખતે 5 દિવસ ડબલ મેચ અને કન્કશન સબ્સ્ટીટ્યૂટ ઉમેરાશે, શું છે કન્કશન સબ્સ્ટીટ્યૂટ?

આઈપીએલ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સતત સુધારા-વધારા થતા આવ્યા છે. આ વખતે કેટલાક નવા આકર્ષણો ઉમેરાયા છે.

|
Google Oneindia Gujarati News

આઈપીએલ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સતત સુધારા-વધારા થતા આવ્યા છે. આ વખતે કેટલાક નવા આકર્ષણો ઉમેરાયા છે. આ વખતે કન્કશન સબ્સ્ટીટ્યૂટનો ઉપયોગ કરવામાં આવશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ મુદ્દે જાણકારી આપી છે. આઈસીસીની નિયમ મુજબ કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેની જગ્યાએ બીજો કોઈ ખેલાડી મેંચમાં આવી શકે તેને કન્કશન સબ્સ્ટીટ્યૂટ તરીકે ઓળખવામાં આવે છે. આઈપીએલમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની એક ઓલ સ્ટાર મેચ પણ રમાશે. આ એક ચેરિટી મેચ હશે.

saurav ganguli

ગાંગુલીએ જણાવ્યુ છે કે કન્કશન સબ્સ્ટીટ્યૂટ અને ઓલ સ્ટાર મેચની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આઈપીએલની ફાઈનલ મુંબઈમાં રમાશે. આ ઉપરાંત ગાંગુલીએ જણાવ્યું કે આ વખતે 5 ડબલ હેડર એટલે કે એક દિવસની 2 મેચ રમાશે. આ દિવસોમાં પહેલી મેચ 4 વાગે અને બીજી મેચ 8 વાગે શરૂ થશે. આઈપીએલની 28 માર્ચે શરૂઆત થશે અને 24 મે એ પુર્ણાહુતિ થશે.

ક્રિકેટ સલાહકાર સમિતિ મુદ્દે ગાંગુલીએ જણાવ્યું કે બીસીસીઆઈ સચિવ જય શાહ જલ્દી અધિકારીક જાહેરાત કરશે. આ સમિતિ બહુ જલ્દી બનાવવામાં આવશે. સુલક્ષણા નાઈક ઓર મદનલાલ એમાં છે. ગૌતમ ગંભીર નથી. હાર્દિક પંડ્યા વિશે પુછતા ગાંગુલીએ જણાવ્યુ કે હાર્કિક પંડ્યા હજુ ફીટ નથી, તેનો ઈલાજ થઈ રહ્યો છે. તેને ઠીક થતા સમય લાગશે.આ ઉપરાંત ગાંગુલીએ જણાવ્યું કે બીસીસીઆઈ ન્યૂટ્રીશનિસ્ટ અને બાયોમેક્નિકલ કોંચની ભરતી માટે જાહેરાત બહાર પાડશે.

આ પણ વાંચોઃ બંધ કરી દો ડાય કરવાનુ, મહિલાઓને વધુ આકર્ષક લાગે છે સફેદ વાળવાળા પુરુષઃ અભ્યાસઆ પણ વાંચોઃ બંધ કરી દો ડાય કરવાનુ, મહિલાઓને વધુ આકર્ષક લાગે છે સફેદ વાળવાળા પુરુષઃ અભ્યાસ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: 5 Days Double Match and Connection Substitute Will Be Added, What is a Connection Substitute?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X