For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આઈપીએલ દ્વારા ટી20 વર્લ્ડ કપની ટિકિટ મેળવી શકે આ 5 ખેલાડીઓ

IPL 2020: આઈપીએલ દ્વારા ટી20 વર્લ્ડ કપની ટિકિટ મેળવી શકે આ 5 ખેલાડીઓ

|
Google Oneindia Gujarati News

આઈપીએલ હંમેશા યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તર સુધઈ પહોંચવાની તક આપે છે. ફક્ત ભારતીય જ નહીં વિદેશી ખેલાડીઓ પણ આઈપીએલમાં પર્ફોમ કરીને આંતરરાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવી ચૂક્યા છે.

IPL 2020

આઈપીએલ 2020 સૌથી વધુ મહત્વનું રહેશે, કારણ કે તેના પછી ટી20 વર્લ્ડ કપ યોજવાનો છે. તમામ દેશના ખેલાડીઓ આઈપીએલમાં પોતાના યુવા સ્ટાર્સના પ્રદર્શન પર નજર રાખશે. જો ખેલાડીઓ સારુ પ્રદર્શન કરશે, તો તેમને વર્લ્ડકપમાં તક મળી શકે છે. એટલે જ ભારતીય ખેલાડીઓ આઈપીએલમાં સારુ પ્રદર્શન કરવા ઈચ્છશે.

સાથે જ વિદેશી ખેલાડીઓ પણ પોતાનું પ્રદર્શન સુધારવા ઈચ્છશે. જોઈએ એ પાંચ ખેલાડીઓ વિશે જે આઈપીએલમાં સારુ પ્રદર્શન કરીને ટી20 વર્લ્ડ કપમાં પોતાની જગ્યા બનાવી શકે છે.

1. ક્રિસ લિન

1. ક્રિસ લિન

ક્રિસ લિનને હરાજીમાં મુબંઈ ઈન્ડિયન્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ખેલાડી ક્રિસ લિન હજી સુધી 41 આઈપીએલ મેચ રમી ચૂક્યા છે. જેમાં તે 140.6ના સ્ટ્રાઈક રેટથી 1280 રન બનાવી ચૂક્યા છે. આ દરમિયાન તે આક્રમક બેટિંગ કરી ચૂક્યા છે.

છેલ્લી સિઝનમાં ક્રિસ લિને કોલકાતા નાઈટરાઈડર્સને આક્રમક શરૂઆત અપાવી હતી. 29 વર્ષના લિન વાનખેડેની પીચ પર મશે ત્યારે તેમની બેટિંગ શાનદાર બની શકે છે.

ઓસ્ટ્રેલિયા પાસે હાલ ડેવિડ વોર્નર અને એરોન ફિંચ જેવા ઓપનર્સ છે. પરંતુ ટી20 ટીમમાં બેક અપ તરીકે ક્રિસ લિન સારો વિકલ્પ બની શકે છે. વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવા માટે લિન પાસે આઈપીએલ બેસ્ટ પ્લેટફોર્મ છે.

2. શ્રેયસ ગોપાલ

2. શ્રેયસ ગોપાલ

શ્રેયસ ગોપાલ 31 આઈપીએલ રમી ચૂક્યા છે. જેમાં તેમના નામે 38 વિકેટ બોલે છે. 26 વર્ષના આ ખેલાડીએ રાજસ્થાન રોયલ્સ માટે ગત સિઝનમાં સૌથી વધુ 20 વિકેટ ઝડપી હતી. ભારતીય પસંદગીકારો પણ એવા સ્પિનર શોધી રહ્યા છે, જે ડેથ ઓવર્સમાં બેટિંગ કરી શકે.

ટીમ ઈન્ડિયા વોશિંગ્ટન સુંદર અને કૃણાલ પંડ્યાને અજમાવી ચૂકી છે, પરંતુ આ ખેલાડીઓ સારુ પ્રદર્શન નથી કરી શક્યા. ત્યારે જો શ્રેયસ ગોપાલ આઈપીએલમાં સારુ રમશે, તો ટીમ ઈન્ડિયાના દરવાજા તેમના માટે ખુલી શકે છે.

3. ટોમ બેન્ટન

3. ટોમ બેન્ટન

ટોમ બેન્ટન વિકેટકીપર બેટ્સમેન છે. જે ઈંગ્લેડનના ડોમેસ્ટિક ક્રિકેટમાં 13 મેચમાં 549 રન બનાવી ચૂક્યા છે. આ ટુર્નામેન્ટમાં તેમણએ 1 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. જો તે આવું જ પ્રદર્શન આઈપીએલમાં કરશે તો ટી20 વર્લ્ડ કપની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન બનાવી શકે છે.

બેન્ટન ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ રમ્યા હતા. પરંતુ સારુ પ્રદર્શન નહોતા કરી શક્યા. બેન્ટન આ સિરીઝમાં 3 મેચમાં માત્ર 54 રન બનાવી શક્યા હતા.

4. ક્રિસ ગ્રીન

4. ક્રિસ ગ્રીન

ક્રિસ ગ્રીન ઓફ સ્પિનર બોલર છે, જે બેટિંગ પણ કરે છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને 20 લાખમાં ખરીદ્યા છે. કોલકાતાએ તેમને 20 લાખમાં ખરીદ્યા છે.

ઓસ્ટ્રેલિયાની ટી20 ટીમમાં એડમ ઝેમ્પા ઉપરાંત કોઈ સ્પિનર વિકલ્પ નથી. તેવામાં ક્રિસ ગ્રીન આઈપીએલમાં સારુ પ્રદર્શન કરે તો ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મેળવી શકે છે.

5. શુભમન ગિલ

5. શુભમન ગિલ

પંજાબના આ યુવા ક્રિકેટર 2 વર્ષથી આઈપીએલ રમી ચૂક્યા છે. આ સત્રમાં તે સુનીલ નારાયણ સાથે ઓપનિંગમાં ઉતરી શકે છે. ટી20 વર્લ્ડ કપ માટે ભારત પાસે કે. એલ. રાહુલ, શિખર ધવન અને રોહિત શર્મા ઓપનિંગ માટે બેસ્ટ ઓપ્શન છે.

શિખર ધવન સતત ઈજાને કારણે ટીમમાંથી બહાર છે, ત્યારે ટીમ ઈન્ડિયાને બેક અપ બેટ્સમેનની જરૂર પડી શકે છે. જો ગિલ આઈપીએલમાં સારુ પ્રદર્શન કરે તો તે ટી 20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળેવી શકે છે.

IPL 2020: આ 4 ખેલાડીઓનું પ્રદર્શન સતત કથળી રહ્યું છેIPL 2020: આ 4 ખેલાડીઓનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 these five players can make place in t20 world cup via ipl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X